________________
૧૭૨
શ્રીમદ્ રાજચંદ્ર (૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતને માર્ગ મળતું હોય તે પણ તે દુર્લભબોધિતાને લીધે ન ગ્રહ. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણુ મનુષ્ય. (૭) દુદસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.
એટલા બધા મતે સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તે મહાકલ્યાણુ, પણ તે સંભવ ઓછો છે; મેક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તે તે જ માર્ગમાં હોય છે, પણ લેક કે એઘદ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષે, તેમ જ પૂર્વના દુર્ધટ કર્મને ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્ય તે માર્ગને વિચાર કરી શકે, કે બેધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યફદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જેકે બને તેવું નથી; તે પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
દુઃસમ કાળના પ્રતાપે, જે લેકે વિદ્યાને બેધ લઈ શક્યા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળે કોઈ નીકળે તે તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિધ્ધ કરનારા નીકળે. પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે.
કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવું જોઈએ તેમ જ આપણું ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગને બધે ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચા રહે છે એને પણ અપેક્ષાથી જોતાં દોષ નથી.
જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પિતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષેનું મસ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશે, અને દેખશે તે તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે.
શિક્ષાની સાપેક્ષ સ્કુરણ જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્ય દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પિતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પિતાના મત સંબંધી નાના પ્રકારના છ રાખેલા વિકલ્પ (ગમે તે પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હોય) સમજાવી દઈ ગુરુએ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે.
તેમ જ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને આવ્રત પણ હોય છે, પણ આ તે તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે.
સંશોધક પુરુષે બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્ય જેવાં કે સદ્દગુરુ, સત્સંગ કે સન્શાસ્ત્રો મળવાં દુર્લભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org