________________
શ્રીમદ્ રાજચંદ્ર મહાવીરે તેના સમયમાં મારે ધર્મ કેટલાક અંશે ચાલતે કર્યો હતે. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ.
અત્રે એ ધર્મને શિષ્ય કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યને માટે એક દિવસે તૈયાર કરી છે.
આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હદયરૂપ અને ઉત્કંઠિત છે એટલે આ અદ્દભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશે.
તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશે. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણું સહાયક થઈ પડશે અને મારા મહાન શિષ્યમાં તમે અગ્રેસરતા ભેગવશે. તમારી શક્તિ અદ્દભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી.
હમણું જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી ના આપણું છે. હમણાં તે સે બસ તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્દભુત હોય.
ધર્મના સિદ્ધતિ દૃઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તે પણ તેઓને ત્યાગ આપીશ.
સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તે ચાલે. જુઓ તે ખરા! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ!
પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માને. - હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખે. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપશે.
ત્યાગીના ય૦ ૨૮
મુંબઈ બંદર, સેમવાર, ૧૯૪૩ પ્રિય મહાશય,
રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે.
હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલેક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાને છું. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તે તેમ કરીશું. હાલ તે એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજે કે કોઈને નિરાશ નહીં કરું. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધે તે ઉત્તમ કર્યું છે. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કાર જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારે કેવળ પવનથી પણ ગુપ્ત રાખજે. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે.
તમારા ગ્રહને માટે તેમજ દર્શનસાધના, ધર્મ ઈત્યાદિ સંબંધી વિચારે સમાગમ દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે. વધારે લખવાની રૂડી આદત નહીં હોવાથી પત્રિકા, ક્ષેમકુશલ અને શુક્લપ્રેમ ચાહી, પૂર્ણ કરું છું.
લિ. રાયચંદ્ર
૧. જુઓ આંક ૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org