________________
શ્રીમદ્ રાજચંદ્ર - કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જી રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જી ચાર પ્રકારે સમજી શકાય છે.
[અપૂર્ણ ]
२४
જીવાજીવ વિભક્તિ જીવ અને અજીવને વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરે. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે.
જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લેક કહે છે. અજીવન આકાશ નામના ભાગને અલેક
કહેલ છે. આ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમ જ અજીવને બોધ થઈ શકે છે.
રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી દશ પ્રકારે તેમ જ રૂપી ચાર પ્રકારે કહેલાં છે.
ધમસ્તિકાય, તેને દેશ, અને તેના પ્રદેશ અધમસ્તિકાય, તેને દેશ, અને તેના પ્રદેશ આકાશ, તેને દેશ, અને તેને પ્રદેશ; અદ્ધાસમય કાળતત્ત્વ એમ અરૂપીને દશ પ્રકાર થાય.
ધર્મ અને અધર્મ એ બન્ને લેકપ્રમાણ કહેલાં છે.
આકાશ લેકાલેકપ્રમાણ અને અદ્ધાસમય સમયક્ષેત્ર–પ્રમાણ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે.
નિરંતરની ઉત્પત્તિ લેતાં સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદિસત છે.
સ્કંધ, સ્કંધદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે. પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંધ, તેને વિભાગ તે દેશ, તેને છેવટને અભિન્ન
અંશ તે પ્રદેશ
લેકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે.
નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદિ સંપર્યવસ્થિત છે.
[અપૂર્ણ ] (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬)
૨૫
કારતક, ૧૯૪૩ ૧ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. ૨ જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપગમાં રાખ્યા રહો. ૩ ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરે.
૪ અ૫ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે.
૫ શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે.
૧. મનુષ્યક્ષેત્ર – અઢીદ્દીપ પ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org