________________
વર્ષ ૨૦ મું
૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યાગીઓએ અવશ્ય મરવું જોઈએ છે. નિઃ૦ છત્રછાયા વેળાનેા પાર્શ્વનાથ આર હતા !
૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહેનેસીને બેધે છે તે એધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી [ જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી] મને યાગ જ પ્રાપ્ત રહે ! ૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તે મારું અહુંપદ નથી. ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યદર્શન છે.
૧૧૧ ભર્તૃહરિએ કહેલા ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છે એમ કહેવામાં મારા ઉત્તમ હેતુ છે.
૧૧૩ તમારા માનેલા ધર્મ મને કયા પ્રમાણથી આધે છે તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ અંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (−ો નિર્જરામાં આવે તે. ) ૧૧૫ કાઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હેા.
૧૧૬ દુઃખના માર્યાં વૈરાગ્ય લઈ જગતને આ લોકો બ્રમાવે છે.
૧૧૭ અત્યારે, હું કાણું છું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સત્પુરુષના શિષ્ય છે.
૧૧૯ એ જ મારી આકાંક્ષા છે.
૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવા વખત આવેા. ૧૨૧ કાઈ રાજેમતી જેવા વખત આવે.
૧૫૯
એ નાગની
૧૨૨ સત્પુરુષા કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું ચેગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો.
૧૨૪ આત્મા જેવા કોઈ દેવ નથી.
૧૨૫ કાણુ ભાગ્યશાળી ? અવિરતિ સમ્યક્ દૃષ્ટિ કે વિરતિ ? ૧૨૬ કોઈની આજીવિકા તાડશે નહીં.
२२
સ્વરાદય જ્ઞાન
મુંબઈ, કારતક, ૧૯૪૩
આ ગ્રંથ સ્વરાય જ્ઞાન' વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યેાગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. સ્વરોદય જ્ઞાન”ની ભાષા અર્ધે હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઇ શકીશું. તેના કર્તા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હાય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યેાગદશાને કંઈ ખાધા નથી; તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હેાય એમ નહીં હાવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંના લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બેધ જણાવી દેવા, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે—અને એમ હાવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી.
જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે—તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org