SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમદ્ મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી પુગલ નામના પરિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યકત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તેપણુ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારે કાલ વ્યતીત કરાવતી નથી ! [ કુદરત તે પૂર્વેિતકર્મ ] ૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જેનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલેકે. ૮૧ જીવતાં મરાય તે ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા ગ્ય છે. ૮૨ કૃતજ્ઞતા જે એકે મહા દેષ મને લાગતું નથી. ૮૩ જગતમાં માન ન હોત તે અહીં જ મેક્ષ હોત! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય.' ૮૭ વીરના એક વાકયને પણ સમજે. ૮૮ અહંદ, કૃતધ્રતા, ઉસૂત્રપ્રરૂપણ, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. ૮૯ સ્ત્રીનું કઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારે દેહ ભેગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. ૯૧ અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી ૯૨ સ્વાવાદ શૈલીએ જતાં કઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદને ત્યાગ એ આહારને ખરે ત્યાગ જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યું –ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ. ૯૬ તત્ત્વાભિલાષાથી મને પૂછે તે હું તમને નીરાગધર્મ બોધી શકે ખરે. ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદ્દગુરુ થવાને યોગ્ય નથી. ૯૮ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણ કરતા હોય તે તેને કરવા દો. ૯ આત્માનો ધર્મ આત્મામાં જ છે. ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવે તે હું રાજી છું. ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભેગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલે રહેવા દો. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. ૧૦૪ બહુ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તેડશે નહીં. ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. ૧. શતક ૧૧, ઉદ્દેશ ૧૨ માં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy