SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર.– ગુણસ્થાનક કેટલાં? ઉ– ચૌદ. પ્ર.- તેનાં નામ કહો. ઉ – ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણસ્થાનક ૩. મિશ્રગુણસ્થાનક ૪. અવિરતિસમ્યવૃષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાનક ૧૦. સૂમસાંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમૂહ ગુણસ્થાનક ૧૨. ક્ષીણ ગુણસ્થાનક ૧૩. સયોગીકેવળી ગુણસ્થાનક ૧૪. અમેગીકેવળી ગુણસ્થાનક શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો–ભાગ ૩ પ્ર.– કેવલી અને તીર્થકર એ બન્નેમાં ફેર છે? ઉ– કેવલી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થકરે પૂર્વે તીર્થંકર નામકર્મ ઉપાર્યું છે, તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્રહ– તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે નીરાગી છે. ઉ– તીર્થંકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર – હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉ– શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર – મહાવીર પહેલાં જૈનદર્શન હતું? ઉ – હા. પ્ર.- તે કોણે ઉત્પન્ન કર્યું હતું? ઉ૦– તે પહેલાંના તીર્થકરોએ. પ્રહ– તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ– તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર.– એઓનો મુખ્ય ઉપદેશ શું છે? ઉ– આત્માને તારે, આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્ર—એ માટે તેઓએ કયાં સાધને દર્શાવ્યાં છે? ઉ– વ્યવહારનયથી સદેવ, સધર્મ અને સતગુરુનું સ્વરૂપ જાણવું; સદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચર અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્ર– ત્રિવિધ ધર્મ કર્યો? ઉ – સમ્યજ્ઞાનરૂપ, સમ્યગુદર્શનરૂપ અને સમ્મચારિત્રરૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy