________________
વર્ષ ૧૭ મું
૧૨૧ મળતું નથી. આવા આવા તત્વજ્ઞાનના સિદ્ધાંત જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું.
( શિક્ષાપાઠ ૮૭. તવાવબોધ–ભાગ ૬ એને ઉત્તર આ ભણીથી એમ થયું કે હજુ આ૫ આટલું કહો છે તે પણ જૈનના તત્વવિચારે આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી, પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી; અને સર્વ મતેઓ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી.
તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તમાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્વ શોધતાં કેઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગોપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશંકતા થાય.
- ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિઃશંકતા છે કે જૈન અદ્ભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવ તત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને ઉપવા, ‘વિઘનેવા”, “ધુવેવા”, એ લબ્ધિવાક્ય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તે કઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરેએ તે એમ દર્શિત કર્યું છે કે એ વચન ગરમખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યને દ્વાદશાંગીન આશયલરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારે પહોંચાડી જોયા છતાં મને તે એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષમ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં કયાંથી સમાય ? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશે ?
શિક્ષાપાઠ ૮૮. તરવાવબોધ–ભાગ ૭ - ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરાસ્રાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી, છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જે તેમ સંભવ થતું હોય તે એ ત્રિપદી જીવ પર “ના” ને “હા” વિચારે ઉતારે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે ના. જીવ શું વિઘતારૂપ છે? તે કે ના. જીવ શું ધૃવરૂપ છે? તે કે ના. આમ એક વખત ઉતારે અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શું વિધતારૂપ છે? તે કે હા. જીવ શું ધ્રુવરૂપ છે? તે કે હા. આમ ઉતારે. આ વિચારે આખા મંડળે એકત્ર કરી જ્યા છે. એ જે યથાર્થ કહી ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિધરૂપે હોય એ વસ્તુ ધ્રુવરૂપે હોય નહીં, એ પહેલી શંકા. જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી તે જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો? એ બીજી શંકા. વિક્રતા અને પ્રવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તે ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને થે વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવને ધ્રુવ ભાવ કહો તે ઉત્પન્ન કેણે કર્યો? એ પાંચમે વિરોધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org