________________
વર્ષ ૧૩ મું એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે.
તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે.
શિક્ષાપાઠ ૭૭. જ્ઞાન સંબંધી બે બોલ–ભાગ ૧ જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દને આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે તે તેને અનુકૂળ દેશ, કાળ, ભાવ છે? જે દેશકાળાદિક અનુકૂળ છે તે ક્યાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણુવારૂપ છે શું? એને વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં કયાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનને ઉપગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે.
૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજર્વાત્મક લેકમાં, ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મેષાનમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવા નરકનિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યાં છેઅસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહે તે અનંતી વાર સહન કર્યા છે. એ ઉતાપથી નિરંતર તપતે આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી; અને વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાંનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતી વાર સહન કરવું પડ્યું તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
( શિક્ષાપાઠ ૭૮ જ્ઞાન સબંધી એ બોલ–-ભાગ ૨
૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધને વિષે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ માટે થઈને છ પર્યાણિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એ દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તે તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જે સંસ્કાર નથી તે પછી શ્રદ્ધા ક્યાંથી હોય? અને જ્યાં એ એકકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તે પછી માનવદેહ શું ઉપયેગને? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્વની શ્રદ્ધા ઊપજવા અને બંધ થવા માટે નિગ્રંથગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલે જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે, એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સપુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઈત્યાદિક ઉત્તમ સાધને છે. એ દ્વિતીય સાધનભેદ કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org