SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૩ મું ૫. કુડ્યાંતર– ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હેય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વક્રીડા–પિતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં, તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રણીત– દૂધ, દહીં, વૃતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોને બહુધા આહાર ન કરો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે, માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮ અતિમાત્રાહાર– પેટ ભરીને આહાર કરે નહીં તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. ૯ વિભૂષણ સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસ માં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. શિક્ષાપાઠ ૭૦, સનત્કુમાર-ભાગ ૧ ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનત્કુમાર એ ચક્રવતી હતા. તેનાં વર્ણ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કેઈ બે દેવોને એ વાત રચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્ કુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારને દેહ તે વેળા મેળથી ભર્યો હતે. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણ કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ધુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજે. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકેમાં કહેવાય છે તેવું જ રૂપ છે, એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બેલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સન્ન થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ વાયેગ્ય છે. અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠો છું. જે તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્દભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત્ કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારે ધારણ કર્યો. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાને અને અન્ય સભાસદો ગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્દભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે બ્રાહ્મણે ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂ૫માં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy