________________
વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તે એથી તે બહુ સંતુષ્ટ થયેા. એનું જણાય છે એમ તેને લાગ્યું.
વર્ષ ૧૭ મું
૧૦૩
પણ માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. મન અહીં કંઇક સંતાષાયું. સુખી તે જગતમાં આ
શિક્ષાપાઠ ૬૨. સુખ વિષે વિચાર—ભાગ ૨
કેવાં એનાં સુંદર ઘર છે! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણી અને મનેજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્રો છે! કેવું સંપીલું તેનું કુટુંબ છે! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે! આખા ભારતમાં એના જેવા બીજો કોઇ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તે આ મહાધનાઢ્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. દિવસ વીતી ગયા અને રાત્રિ થઇ. સૂવાના વખત થયા. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનાડ્યે વિપ્રને આગમન કારણુ કહેવા વિનંતિ કરી.
વિપ્ર— હું ઘેરથી એવા વિચાર કરી નીકળ્યા હતા બધાથી વધારે સુખી કાણુ છે તે જોવું, અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળા જોયાં, પરંતુ કાઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યો; અને સંતેષ પણ પામ્યા. આપના જેવી રિદ્ધિ, સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં કયાંય આવ્યું નથી. આપ પાતે પણ ધર્મશીલ, સદ્ગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છે. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ ખીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છે. ઉપાસના કરીને કદાપિ દેવ કને યાચું તે આપના જેવી સુખસ્થિતિ યાચું.
ધનાચ— પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છે; એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું; પછી જેમ તમારી ઇચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તે તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી; મારા સિદ્ધાંત આવે છે કે જગતમાં કોઇ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુએ છે. પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર— આપનું આ કહેવું કેઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધા નથી. તેમ મને એવા અનુભવ સર્વને માટે થઈને થયેા નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો.
ધનાઢ્ય— પંડિતજી, આપની ઈચ્છા છે તે હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તા પામવા જેવું છે.
શિક્ષાપાઠ ૬૩. સુખ વિષે વિચાર-ભાગ ૩
જે સ્થિતિ હમણાં મારી આપ જુએ છે તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી. જે વખતની હું વાત કરું છું, તે વખતને લગભગ વીશ વર્ષ થયાં. વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળા પડવાથી ઘટવા મંડ્યું. કોટ્યાવધિ કહેવાતા હું ઉપર ચાપરી ખાટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનેા માત્ર ત્રણ વર્ષમાં થઈ પડ્યો. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જખરી ખાટોને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી; પરંતુ તે આભ ફાટ્યાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org