________________
૧૦૨
શ્રીમદ્ રાજચંદ્ર . કાળભેદે પરંપરાગ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાન જેવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતે એવા સૂક્ષમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. આગળ પર કેટલુંક એ સંબંધી કહેવાનું છે.
જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષમ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.
એ સર્વજ્ઞ દર્શનનાં મૂળતા અને બીજા મતના મૂળતત્ત્વ વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી.
શિક્ષાપાઠ ૬૧. સુખ વિષે વિચાર–ભાગ ૧ એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતું હતું. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી હરી મેળવવાનો નિશ્ચય કર્યો. પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તે કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું? તપ કરી પછી માગવામાં કંઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તે કરેલું તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરે. સંસારના મહત્પરુષનાં ધામ, વૈભવ અને સુખ જેવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરે હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા, પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયેગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈને લક્ષમીની ઉપાધિનું દુઃખ, કેઈને શરીર સંબંધી દુઃખ, કેઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કેઈને જડતાનું દુઃખ, કોઈને માબાપનું દુઃખ, કોઈને વૈધવ્યદુઃખ, કેઈને કુટુંબનું દુઃખ, કેઈને પિતાના નીચ કુળનું દુઃખ, કેઈને પ્રીતિનું દુઃખ, કેઈને ઈર્ષ્યાનું દુઃખ, કેઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જેવામાં આવ્યાં. એથી કરીને એનું મન કેઈ સ્થળે માન્યું નહીં, જ્યાં જુઓ ત્યાં દુઃખ તે ખરું જ. કેઈ સ્થળે સંપૂર્ણ સુખ તેને જોવામાં આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું ? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસ જેતે અને પૂછતે પૂછતે તે પિલા મહાધનાઢ્યને ઘેર ગયે. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું. કુશળતા પૂછી અને ભેજનની તેઓને માટે પેજના કરાવી. જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જે મને કહેવા જેવું હોય તે કહો. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખે; આપને સઘળી જાતને વૈભવ, ધામ, બાગબગીચા ઈત્યાદિક મને દેખાડવું પડશે; એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈરછા પ્રમાણે કરે. જમ્યા પછી
શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી. ધનાઢ્ય તે માન્ય રાખી; અને પિતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાડ્યું. શેઠની સ્ત્રી, પુત્રે પણ ત્યાં બ્રાહ્મણના જેવામાં આવ્યા. મેગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણને સત્કાર કર્યો, એ એનાં રૂપ, વિનય અને સ્વરછતા તેમજ મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયે. પછી તેની દુકાનને વહીવટ જે. સોએક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org