________________
વર્ષ ૧૩ મું જ છે. તૃષ્ણ એ સંસારવૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયે વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણસમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એને ત્યાગ કરવો ઉચિત છે. સત્ય સંતેષ જેવું નિરુપાધિ સુખ એકે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણ શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્માને વિચાર કરી શકયો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્ય કહેવાય છે. - તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતેષ એ જ કલ્પવૃક્ષ છે, અને એ જ માત્ર, મનવાંછિતતા પૂર્ણ કરે છે.
શિક્ષાપાઠ ૪૯ તૃષ્ણાની વિચિત્રતા
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણ) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતા અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીકી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહો! રાજચંદ્ર માને માને શંકરાઈ મળી;
વધે તૃષનાઈ તેય જાય ન મરાઈને.
(૨)
કરેચળી પડી દાઢી ડાચાં તણે દાટ વળે,
કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું,
- તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયે,
ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી તેય રાંડ મમતા મરાઈ ગઈ. ૨
(૩) કરેડના કરજના શિર પર ડંકા વાગે,
રેગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, ( પેટ તણું વેઠ પણ, શક ન પુરાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org