SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું ૧ શાસ્ત્રી જે પૂંજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નાકરા સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલા વિદ્વાન જતા તેના જોવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પોતાની પૂર્વસ્થિતિનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે મારા પતિ આ પદવી પર હતા ત્યારે હું કેવું સુખ ભાગવતી હતી ! એ મારું સુખ તે ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભણ્યાયે નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં એની આંખમાંથી દડ દડ આંસુ ખરવા મંડ્યાં. એવામાં ફરતા ફરતા કપિલ ત્યાં આવી પહોંચ્યા. શ્રીદેવીને રડતી જોઇ તેનું કારણ પૂછ્યું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી ખતાવ્યું. પછી કપિલ ખેલ્યા : “જો મા! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિના ઉપયેગ જોઈએ તેવા થઇ શક્યો નથી. એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યા નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.' શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું : “એ તારાથી ખની શકે નહીં, નહીં તેા આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામને તારા પિતાના મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન દે છે; જો તારાથી ત્યાં જવાય તે ધારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજ્જ થઇ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા. અવધ વીતતાં કપિલ શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પેાતાના ઇતિહાસ કહી બતાવ્યો. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડ્યો. પશુ કપિલ આગળ કંઈ પૂંછ નહાતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું. યાચતાં યાચતાં અપાર થઈ જતા હતા, પછી રસાઈ કરે, અને જમે ત્યાં સાંજને થોડો ભાગ રહેતા હતા; એટલે કંઇ અભ્યાસ કરી શકતા નહાતા. પંડિતે તેનું કારણ પૂછ્યું ત્યારે કપિલે તે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને હંમેશાં ભાજન મળે એવી ગાઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં તે ગૃહસ્થે કપિલની અનુકંપા ખાતર કરી દીધી, જેથી કપિલને તે એક ચિંતા એછી થઈ. શિક્ષાપાઠ ૪૭, કપિલમુનિ—ભાગ ૨ એ નાની ચિંતા એછી થઈ, ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયેા હતા; અને જેને ત્યાં તે જમવા જતા હતા તે વિધવા ખાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહતું. હંમેશના પરસ્પરના વાતચીતને સંબંધ વચ્ચે; વધીને હાસ્યવિનેદરૂપે થયા; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ. કપિલ તેનાથી લુખ્ખાયા ! એકાંત બહુ અનિષ્ટ ચીજ છે ! ! વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયા. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બન્નેનું માંડ પૂરું થતું હતું; પણ લૂગડાંલત્તાંના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવા છતાં હળુકર્મી જીવ હાવાથી સંસારની વિશેષ લેાતાળની તેને માહિતી પણ નહેાતી. એથી પૈસા કેમ પેદા કરવા તે બિચારા તે જાણતા પણ નહેાતા. ચંચળ સ્ત્રીએ તેને રસ્તા બતાવ્યો કે, મૂંઝાવામાં કંઈ વળવાનું નથી; પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાના એવા નિયમ છે કે, સવારમાં પહેલા જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે એ માસા સેાનું આપે છે. ત્યાં જે જઈ શકા અને પ્રથમ આશીર્વાદ આપી શકો તે તે એ માસા સેાનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યાં કે, જો હું ચાકમાં સૂઉં તે ચીવટ રાખીને ઉઠાશે. પછી તે ચાકમાં સૂતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy