________________
વર્ષ ૧૩ મું
૭૫ જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રત કરવા અવશ્યના છે.
શિક્ષાપાઠ ૨૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; ૧‘સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કઢાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહા પાપ કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે, ઉત્તમને સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રેગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મગ વધે છે. દુર્ગધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ. કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારને સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મ સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મેક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે, સપુરુષને સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબંધ અને પુરુષને સમાગમ, ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશને પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય તે તમને ગમે તે પ્રિય હોય તેપણ નિશ્ચય માનજે કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એ કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તે ધ્યાનમાં રહેવું કે યેગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીને સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાને પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસે છતાં અને પરસ્પરને સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કેઇ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હેવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એક–સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક-સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તે પરસ્પરથી શાંત મુનીશ્વરેને છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અપારંભી પુરુષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય,
જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહીં હોય? તે તેનું સમાધાન આ છે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હેત નથી. રાજહંસની સભાને કાગ દેખાવે કદાપિ ન કળાય તે અવશ્ય રાગે કળાશે, મૌન રહ્યો તે મુખમુદ્રાએ કળાશે, પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પિટ ભર્યાની વાત તે હોય નહીં. બે ઘડી ત્યાં
દિ. આ૦ પાઠ-૧“સત્સંગને લાભ મળ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org