________________
શ્રીમદ્ રાજચંદ્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચકની ઉપમા પણ સંસારને લાગી શકે છે.
સંસારને જેટલી અધઉપમા આપે એટલી થેડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્વ લેવું યોગ્ય છે.
૧. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરૂષોએ નિર્વિધ્ર રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિધ્ર છે.
૨. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે.
૩. અંધકારમાં જેમ દવે લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્વજ્ઞાનરૂપી નિબૂઝ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
* ૪. શકટચક જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી.
એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું.
( શિક્ષાપાઠ ૨૧. બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કહે છે.
૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવને મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી “અનિત્યભાવના.
૨. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિતવવું તે બીજી “અશરણભાવના.
૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જરુરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી, હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી “સંસારભાવના'.
૪. આ મારે આત્મા એકલે છે, તે એકલે આવ્યો છે, એકલે જશે પિતાનાં કરેલાં કર્મ એક ભગવશે; એમ ચિંતવવું તે એથી “એકત્વભાવના. - પ. આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી “અન્યત્વભાવના. ' ૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, એમ ચિંતવવું તે છઠ્ઠી “અશુચિભાવના”.
૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસવ છે, એમ ચિંતવવું તે સાતમી આસવભાવના
હિં. આ૦ પાઠા ૦–૧. એવી રીતે સંસારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org