SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું ૭૧ લથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવનપર્યંત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને છેડા કાળમાં કાળ, આવીને કેળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છેતેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષે આત્મકલ્યાણને આરાધે છે. - શિક્ષાપાઠ ૧૯, સસારને ચાર ઉપમા-ભાગ ૧ ૧. સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહો ! લે ! એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરે ! ઉપગ કરો ! આમ એમનાં સ્થળે સ્થળે વચન છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મજાની છેળે ઊછળ્યા કરે છે. તેમ સંસારમાં વિષયરૂપી અનેક માં ઊછળે છે. સમુદ્રના જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડે છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. ડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખેંચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાનાં પ્રકારના ખરાબા અને તેફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓ રૂપી ખરાબા અને કામરૂપી તેફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડે ઊતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડે ઊતરે છે, એટલે મજબૂત પાયા કરતે જાય છે. - ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહા તાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલા જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બનેલે જીવ અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઈંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, “તેમ સંસારમાં તીવ્ર મહિનરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મેહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિકને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લેભ, માયાદિકને ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. ( શિક્ષાપાઠ ૨૦. સંસારને ચાર ઉપમા-ભાગ ૨ ૪. સંસારને ચોથી ઉપમા શકટચક્રની એટલે ગાડાનાં પૈડાની છાજે છે. ચાલતાં શકટચક્ર દિ આ૦ પાઠા-૧. તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હેમાતાં તે વૃદ્ધિ પામે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy