________________
વર્ષ ૧૩ મું પિતા– જે પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું. જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિને શિક્ષકમાં બહુ ભેદ છે. એક બિલોરીને કકડે તેમ વ્યવહાર–શિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ જેમ આત્મધર્મ-શિક્ષક છે.
પુત્ર– શિરછત્ર! આપનું કહેવું વાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ આવશ્યકતા છે. આપે વારંવાર સંસારનાં અનંત દુઃખ સંબંધી અને કહ્યું છે. એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે. ત્યારે ધર્મ કેવા ગુરુથી પામીએ તે શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહે.
શિક્ષાપાઠ ૧૧. સદ્ગતત્ત્વ-ભાગ ૨ પિતા-પુત્ર! ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે ઃ ૧. કાઝસ્વરૂપ, ૨. કાગળસ્વરૂપ, ૩. પથ્થરસ્વરૂપ. ૧. કાસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે, અને તારી શકે છે. ૨. કાગળ સ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થરસ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાણસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, કાલેકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બેધ, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાં, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિર્ગથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નીરાગતાથી સત્યપદેશક હેય. ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. પુત્ર! ગુરુના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. જેમ તું આગળ વિચાર કરતાં શીખતે જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તો બેધતે જઈશ.
પુત્ર– પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું હું નિરંતર તે મનન કરતે રહીશ.
શિક્ષાપાઠ ૧ર. ઉત્તમ ગૃહસ્થ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓને ગ્રહાશ્રમ પણ વખણાય છે.
તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે છે. પરપત્ની ભણું માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrar
www.jainelibrary.org