SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ' કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય એ છેઃ— ૧. વ્યવહારધર્મ. ૨. નિશ્ચયધર્મ. વ્યવહારધર્મમાં યા મુખ્ય છે. ચાર મહાવ્રતા તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે : ૧. વ્યયા. ૨. ભાવયા. ૩. સ્વયા. ૪. પરયા. ૫. સ્વરૂપયા. ૬. અનુબંધયા. ૭. વ્યવહારયા. ૮. નિશ્ચયયા. ૧. પ્રથમ દ્રવ્યયા— કઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યયા’. ૨. બીજી ભાવયા—બીજા જીવને દુર્ગતિ જતા દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવા તે ‘ભાવયા’. ૩. ત્રીજી સ્વયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયા છે, તત્ત્વ પામતા નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવા તે સ્વા’. ૪. ચાથી પરયા— છકાય જીવની રક્ષા કરવી તે ‘પરયા’. ૫. પાંચમી સ્વરૂપયા— સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા’. ૬. છઠ્ઠી અનુબંધયા— ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તે અયેાગ્ય લાગે છે, પરંતુ પિરણામે કરુણાનું કારણ છે, એનું નામ ‘અનુબંધદયા’. ૭. સાતમી વ્યવહારદયા— ઉપયેગપૂર્વક અને વિધિપૂર્વક જે યા પાળવી તેનું નામ ‘વ્યવહારયા’. ૮. આઠમી નિશ્ચયયા— શુદ્ધ સાધ્ય ઉપયેાગમાં એકતાભાવ અને અભેદ ઉપયેગ તે ‘નિશ્ચયયા.’ એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વે જીવનું સુખ, સંતાષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. બીજો નિશ્ચયધર્મ— પેાતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા. આ સંસાર તે મારે નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસતૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચયધર્મ છે. જેમાં કાઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતાષ રહ્યાં છે ત્યાં યા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. અ ંત્ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુતત્ત્વ—ભાગ ૧ પિતા–પુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાના શિક્ષક કોણ છે? પુત્ર—પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણુ છે. પિતા— તેની વાણી, ચાલચલગત વગેરે કેવાં છે? પુત્ર— એનાં વચન બહુ મધુરાં છે. એ કોઇને અવિવેકથી ખેલાવતા નથી અને બહુ ગંભીર છે. ખેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણથી શિક્ષા આપે છે. પિતા- તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈએ. પુત્ર— આપ એમ કેમ કહેા છે પિતાજી ? સંસારમાં વિચક્ષણ થવાને માટે યુક્તિએ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મેાકલા છે. પિતા— તારા એ શિક્ષક દુરાચરણી કે એવા હાત તે ? પુત્ર તા તે બહુ માઠું થાત. અમને અવિવેક અને કુવચન ખેલતાં આવડત, વ્યવહારનીતિ તેા પછી શીખવે પણ કાણુ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy