________________
૫૮
વર્ષ ૧૭ મું તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પામે નહીં તે ડાહ્યા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં. • તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
શિક્ષાપાઠ ૨, સર્વમાન્ય ધર્મ
(પાઈ) ધર્મતત્વ જે પૂછ્યું મને, તો સંભળાવું નેહે તને,
જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન
અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને, દળવા દેષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ
દયા નહીં તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
| સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ;
* સર્વ પ્રકારે જિનને બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરો ઉત્સાહ
ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે;
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
શિક્ષાપાઠ ૩, કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તે તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે. - એક જીવ સુંદર પલંગે પુષ્પશપ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભેજનેથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષમીને ઉપગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુર વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જે થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખર શિયાળામાં ફાટેલું કપડું પણ એઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનહર નયનવાળ છે, એક અંધ છે. એક લૂલે છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભગવે છે. એક લાખ અનુચ પર હુકમ ચલાવે છે, એક તેટલાને જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇદ્રિયોવાળે છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખને કિનારે પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org