________________
વર્ષ ૧૭ મું
૪૭
રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચેાથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવા જોઇએ તેવા વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ !
ભાવનાબેાધ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
પંચમ ચિત્ર અશુચિભાવના ( ગીતિવૃત્ત )
ખાણ સૂત્ર ને મળની, રેાગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
વિશેષાર્થ :— મળ અને મૂત્રની ખાણુરૂપ, રાગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત્કુમારની પેઠે તેને સફળ કર ! એ ભગવાન સનત્કુમારનું ચિરત્ર અહીં આગળ' અશુચિભાવનાની પ્રમાણિકતા ખતાવવા માટે આરંભાશે.
દૃષ્ટાંત :— જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનત્કુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ એ દેવાને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. સનત્ કુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેાહર મુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઇને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું દેવાએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઇ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લેાકેામાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ એછું નથી. સનત્ કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી ખેલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારે વર્ણ જેવા યાગ્ય છે; અત્યારે તેા હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્ભુત ચમત્કારને પામેા અને ચિકત થઈ જાઓ. દેવાએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનત્ કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારે ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પેાતાની કાયા વિશેષ આશ્ચયંતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીએ, સુભટો, વિદ્વાના અને અન્ય સભાસદો યાગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શેાલી રહ્યો છે તેમજ વધાવાઇ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે। બ્રાહ્મણા ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહેા. અવધિજ્ઞાનાનુસારે વિષે કહ્યું કે, હું મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશને ફેર પડી ગયા છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણીએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org