SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ચિત્ર અનિત્યભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, જ આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ વિશેષાર્થ – લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લકમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડે કાળ રહી હાથમાંથી જ રહે છે. આયુષ્ય પાણીનાં ભેજ જેવું છે. પાણીને હિલે આવ્યો કે ગમે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇદ્રધનુષ્ય વષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! ભિખારીને ખેદ દષ્ટાંત –એ અનિત્ય અને સ્વમવત્ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારે લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાદ્ધિ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણું આપ્યું. એવું ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યું. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલે એ પિતાને જળને ઘડે મૂક્યો; એક બાજુએ પિતાની ફાટતૂટી મલિન ગદડી મૂકી અને પછી એક બાજુએ પિતે તે ભેજને લઈને બેઠે. રાજી રાજી થતાં કેઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભેજન એણે ખાઈને પૂરું કર્યું. ભેજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતે. ભેજનના મદથી જરા વારમાં તેની આંખ મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયે ત્યાં તેને એક સ્વમ આવ્યું. પિતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યું છેતેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણે ધારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયને કિકે વાગી ગયું છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરે ઊભા થઈ રહ્યા છે, આજુબાજુ છડીદારે “ખમા ! ખમા !” પિકારે છેએક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે, દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્ય પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વમ પ્રાપ્ત થયું. સ્વાવસ્થામાં તેનાં માંચ ઉદ્ઘસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભેગવે છે એવું તે માનવા લાગે. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયે; વીજળીના ઝબકારા થવા લાગ્યા, મેઘ મહારાજ ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયે; મુશળધાર વરસાદ પડશે એ દેખાવ થઈ ગયે; અને ગાજવીજથી એક સઘન કડાકે થયે. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયે. જાગીને જુએ છે તે નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારે, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy