________________
.
શ્રીમદ્ રાજચંદ્ર જંજાળમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કેણ કરી શકવાને હતું? અને જન્મ, જરા, મરણનાં દુઃખે કયાંથી ટાળવાને હિતે? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે એ ઉપદેશ પણ એને મહાન મંગલદાયક છે. _ ૬. સુદેવભક્તિ – આ પણ એને સિદ્ધાંત કંઈ જેવો તે નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી. એ અખંડ પરમાત્માએ કાંઈ રાગ કે દ્રષવાળા નથી, પરંતુ પરમ ભક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિને સ્વભાવ જેમ ઉષ્ણતાને છે તેમ એ તે રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તે જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે માટે એને આ ઉપદેશ પણ દ્રઢ હદયથી માન્ય કરવા યોગ્ય છે.
૭. નિઃસ્વાથી ગુરુઃ— જેને કોઈ પણ પ્રકારને સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. એટલે સ્વાર્થ હોય તેટલે ધર્મ અને વૈરાગ્ય એ છે હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓને મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ખા કે પસલી જાર લાવવાનું પણ એણે બેધ બોમ્બે નથી અને એવી જ રીતે કઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે? મળે જ. આ એને ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદ્દગુરુ પિતાના શિષ્યને તારી શકે–ઉપદેશીને–તેમાં ખોટું શું?
૮. કર્મ – સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્થે આવે છે તેવાં ફળ પામતે જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તે તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળે ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય? જૈનીને સિદ્ધાંત કર્માનુસાર ફળને છે તે જ સત્ય છે. આ જ મત તેના તીર્થકરેએ પણ દર્શિત કર્યો છે. એમણે પિતાની પ્રશંસા ઈચ્છી નથી. અને જે ઈચ્છે છે તે માનવાળા કરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઈ પણ પ્રકારે પિતાને સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે ભેગવવાં પડે છે. આવાં વિમળ વચને ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યા છે. ત્રષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન! હવે આપણું વંશમાં કઈ તીર્થંકર થશે? ત્યારે આદિ તીર્થકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ગ્રેવીસમા તીર્થંકર વર્તમાન ચેવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા. અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊયા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતું નથી, પરંતુ તું વર્તમાન વીસીમાં છેલ્લો તીર્થંકર ભગવાન વર્ધમાનને નામે થવાનું છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું. અને અહંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચર્યતા? મારે દર્દો કોણ છે ? આ તીર્થકર શ્રી ત્રાષભદેવજી. મારે પિતા કેણ છે? છ ખંડના રાજાધિરાજ ચક્રવતી ભરતેશ્વર. મારું કુળ કયું છે? ઈક્વાકું. ત્યારે હું તીર્થંકર થાઉં એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભગવ્યા પછી વર્તમાન ચાવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જે એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org