________________
XXXII
એવા નાયક વિજય ને દેવિપ્રભાનું મિલન થાય ત્યાંથી જ વાચકના ચિત્તમાં પછીથી બનનારી ઘટના માટે કુતૂહલ જાગે છે. દેવી અજિતબલાના પરમ ઉપાસક આજ્ઞાસિદ્ધ નામના સિદ્ધપુત્રના પ્રયાસથી જ આ કાર્ય સિદ્ધ થાય છે. અને તે પછી બીજા “ચક્રવર્તી-જનન” નામના અંકમાં એ દેવિપ્રભા દ્વારા પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે.
આમ તો જૈન પરંપરા પ્રમાણે ચક્રવર્તી હોઈ શકે નહીં. પણ મહાસામ્રાજ્યના અધિપતિ તરીકેના રાજાને ચક્રવર્તતુલ્ય ગણીએ તો એ શક્ય બને. એને ચક્રવર્તી બનવા માટે સિદ્ધચરુપાક બનાવવાનો છે. તે માટે “વૈતાઢ્યારોહણ” નામના ત્રીજા અંકમાં એ વર્ણન છે. તે પછી ચોથા “સિદ્ધાક્ષતલાભ” નામના અંકમાં એ ચરુપાક માટે આવશ્યક એવા સિદ્ધાક્ષત મેળવવામાં આવે છે તેનું વર્ણન છે. છેલ્લા પાંચમા અંકમાં : એ યાગના ફળસ્વરૂપે મહાસિદ્ધિલાભ થાય છે. બે પત્ની અને એક પુત્રની સાથે વિજય રાજ્ય કરે છે. એ રીતે કૃતિ સુખાત્ત છે.
પ્રત્યેક અંકને નામ આપવાની પરંપરાનું દેવચંદ્રગણીએ અનુસરણ કર્યું છે એ હકીકત પણ નોંધપાત્ર છે. વિ.સં. ૨૦૫૧, ગુરુપૂર્ણિમા
-પં. પ્રદ્યુમ્નવિજયગણિ જૈનનગર, પાલડી, અમદાવાદ-૭
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org