________________
શુદ્ધ ઉપયોગ
૧૦૫
સમકિતના બે પાસાં છે (૧) દર્શન-ઉપગ એટલે આત્માની અનુભૂતિરૂપી સંવેદના અને (૨) જ્ઞાન-ઉપગ એટલે સત્ય સ્વરૂપની સમજણ.
બંને પાસાંની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત થયે સાધક અંતરાત્મા ગણાય છે.
જૈનદર્શનમાં આમાનાં ત્રણ સ્વરૂપ કે ત્રણ અવસ્થાઓ બતાવેલ છે ?
(૧) બહિરાત્મા : એ કે જેમાં જીવાત્મા જડ પ્રકૃતિના સંગરંગમાં નાચે છે. પહેલેથી ચોથા ગુણસ્થાનક સુધીના જીવાત્મા.
(૨) અંતરાત્મા : એ કે જેમાં જીવાત્માને આત્મા અને અનાત્માના ભેદને ખ્યાલ આવે છે. બહારથી મુખ ફેરવી અંતર્મુખ થાય છે. અંતરઆત્માને યાત્રી–સતત સત્યદર્શનને પુરુષાર્થીસમકિત-પ્રવેશક.
ચાથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીના સાધકે.
(૩) પરમાત્મા : અધ્યાત્મની શ્રીમદ્ રાજચંદજી વચનામૃત આંક ૭૩૫ માં કથન કરે છે કેઃ “વિષમભાવમાં નિમિત્તે બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્ચર્ય—એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર, એ જ ધ્યાન.”
જેનશામાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છે? (૧) નિશ્ચયનય અને વ્યવહારનય.
(૧) નિશ્ચયનય એટલે વસ્તુ સત્યાર્થ પણે જેમ હોય તેમજ કહેવું તે. એ રીતે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તે સત્યાર્થ એમ જ છે” એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org