________________
વ્યવહાર સમકતના બે બોલ
૮૯
૯. છ આગાર (અભિગ) :
શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસ માટેનો માર્ગ બતાવેલ છે. શાસ્ત્રીય ભાષામાં તેને ઉસને માર્ગ કહેવાય છે ચાલુ. ભાષામાં રાજમાર્ગ કે ધોરીમાર્ગ કહી શકાય.
સંસાર વ્યવહારમાં એવા કેટલાય પ્રસંગે ઉપસ્થિત થાય છે કે જ્યારે આપણે આપણે વિચાર-શ્રેણીની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, શ્રદ્ધા એક પ્રકારની હોય અને વર્તન બીજા પ્રકારે કરવું પડે. આવું વર્તન ન છૂટકે કરવું પડે છે. આને અપવાદ માર્ગ કહેવાય છે, આપત્તિ ધર્મ પણ કહેવાય. સામાન્ય રીતે ન કરીએ તે પણ કરવું પડે. પરિ સ્થિતિને વશ થઈને અંકિત માર્ગમાં ખલના થાય છે, ત્યારબાદ આલોચના આદિ દ્વારા આત્મ-શાધન કરીએ તે અલગ વાત છે. આવી ખલનાને આગાર કહેવાય છે.
કાળની અપેક્ષાએ સામાજિક પરિસ્થિતિ બદલાયા કરે છે. શાસ્ત્રકારોએ આવી છ પ્રકારની પરિસ્થિતિને નિર્દેશ કરેલ છે જે નીચે મુજબ છે :
(૧) રાજનિગ્રહ (૨) ગણનિગ્રહ (૩) બલિનિગ્રહ (૪) સુરનિગ્રહ (૫) ગુરુનિગ્રહ (૬) વૃત્તિકાન્તાર-નિગ્રહ.
રાજા-સમાજ-બળવાન વ્યક્તિ-દેવ (કુદેવ)-ગુરુ (કુગુરુ), માતાપિતા કે પૂજ્ય વર્ગના આગ્રહ (દુરાગ્રહ) રૂપ કારણથી પિતાની ઈચ્છા વિરુદ્ધ ખેદપૂર્વક આચરણ કરવું પડે છે.
છઠ્ઠો ભેદ વૃત્તિ-કાન્તાર વૃત્તિ અને કાંતાર શબ્દને બનેલો છે. વૃત્તિ એટલે આજીવિકા અને કાંતાર એટલે અટવી. આજીવિકાની પરાધીનતાના કારણે કુટુંબ પ્રત્યે અગર અન્ય ધર્મની રક્ષા કાજે નિરૂપાયે ખેદપૂર્વક પ્રવૃત્તિ કરવી પડે તે.
આ છ પ્રકારે અનિચ્છાએ ખેદપૂર્વક કાર્ય કરવા પડે તે આપત્તિ ધર્મ છે. સિદ્ધાંત એ છે કે ક્રિયા દુઃખરૂપ નથી, પરંતુ પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org