________________
ત્રીજી પ્રતિ વિક્રમસંવત ૧૨૦૬માં લખાયેલી છે અને તે જેસલમેરમાં જિનભદ્રસૂરિસંસ્થાપિત તાડપત્રીય ગ્રંથભંડારમાં ૨૯૭ ક્રમાંકમાં છે. આમાં ૯૧ પત્ર છે. પ્રતિના અંતમાં શિવમસ્તુ સર્વમૂતાનામ્ I ઍો . ૧૬૭૮ | સંવત્ ૧૨૦૬ ભાષાદ્રિ ૧ સોમે એમ લખેલું છે. આ પ્રતિમા પાવાવ થી પા૪૯૦ સુધીનાં જ સૂત્રો તથા તેની લઘુવૃત્તિ છે. આમાં પણ મૂળ સૂત્ર તથા વૃત્તિમાં જ્યાં જ્યાં ઋહિતુ તથા સવિતુ પ્રત્યયોનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં પ્રાય: સર્વત્ર સંતૃ મંતૃ મંતૂરી, વવંતુ જીવંતુ એમ ઉપાજ્યમાં નું સાથે જ ઉલ્લેખ છે. જો કે કોઇક સ્થળે કોઇ વાચકે અનુસ્વાર ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે, છતાં એ અનુસ્વારો પણ લગભગ સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે.
બીજી તાડપત્રીય પ્રતિઓમાં લેખનસંવનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે એ પ્રતિઓ આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની સમકાલીન છે કે ઉત્તરકાલીન એ અમે સ્પષ્ટ કહી શકતા નથી. છતાં પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરમાં રહેલા શ્રી સંઘવીપાડાના ભંડારની પ્રતિઓમાં પેટી નં. ૭૯(૨)માં એક તાડપત્ર ઉપર લખેલી પ્રતિ છે કે જેની અમે પરૂ સંજ્ઞા રાખેલી છે તેમાં ઋવિત: [8ાજા૭૦] સૂત્ર પાછળથી ઉમેર્યું છે એમ સ્પષ્ટ જણાઇ આવે છે. તેમાં ડિત્યન્ચસ્વ [રાછા૨૨૪] સૂત્ર પછી રહસ્યવૃત્તિમાં છે તેમ મધુશુપાત્પનો.... સૂત્ર લગભગ દોઢ લીટીમાં લખેલું વૃત્તિસહિત હતું પણ તે ભૂંસી નાખવામાં આવ્યું છે. મૂળ જગ્યા ખાલી પડેલી છે. તે સ્થાને રહસ્યવૃત્તિની જેમ આછા આછા કોઇક કોઇક અક્ષરો વાંચી પણ શકાય છે. મવડ્યો વાતુરીયો [રાશા??૬] તથા ન શ્યશવ: [રાશ૬] આ સૂત્રો તથા તેની વૃત્તિ રહસ્યવૃત્તિની જેમ સ્પષ્ટ જ વંચાય છે. છતાં કોઇક લેખકે તેમાં સુધારો-વધારો કરીને વર્તમાનમાં જેવાં આ સૂત્રો અને તેની વૃત્તિ છે તેવાં બનાવવા પ્રયત્ન કર્યો છે એમ બીલકુલ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ ઉપરાંત બીજી તાડપત્ર ઉપર લખેલી લઘુવૃત્તિની અનેક પ્રાચીન પ્રતિઓમાં પણ સંતૃ વગેરે અનુસ્વારસહિત (ઉપાજ્યમાં ન સહિત) પ્રત્યયોવાળાં સૂત્રો તથા વૃત્તિના પાઠો છે. કોઇક સ્થળે અનુસ્વાર ભૂંસી નાખવામાં આવ્યો છે એમ જોઇ શકાય છે, કોઇક સ્થળે અનુસ્વાર ભૂંસવાનો રહી પણ ગયો છે, તો કોઇ સ્થળે અનુસ્વારરહિત જ પાઠો પણ છે. પરંતુ લઘુવૃત્તિની અર્વાચીન તાડપત્રીય પ્રતિઓમાં કે કાગળ ઉપર લખેલી પ્રતિઓમાં અનુસ્વાર જોવામાં આવતા નથી.
સિદ્ધહેમબૃહદ્રુત્તિની તાડપત્રીય પ્રતિઓમાં પણ કોઇક કોઇક પ્રતિમાં અનેક સ્થળે અનુસ્વારસહિત પ્રત્યયો છે. કોઇક સ્થળે અનુસ્વાર ભૂંસવાનો પ્રયત્ન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org