________________
પાહિનીએ પણ દીક્ષા લીધી હતી. પાહિની સાધ્વીનો સ્વર્ગવાસ વિક્રમસંવત્ ૧૨૧૧માં થયો હતો. આચાર્ય ભગવાન હેમચન્દ્રસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમસંવત્ ૧૨૨૯માં પાટણમાં થયો હતો.
આજથી લગભગ સાડા આઠસો વર્ષ પૂર્વે, તે સમયના ગુર્જરદેશાધિપતિ મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવની પ્રાર્થનાથી, વિશ્વવિખ્યાત કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામના સર્વાંગસંપૂર્ણ અત્યંત શ્રેષ્ઠ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણની અણહિલપુરપત્તન-પાટણમાં રચના કરી હતી. મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને પધરાવીને, પાટણ નગરમાં એની ભવ્ય શોભાયાત્રા કાઢીને એનું અતિભવ્ય સન્માન કર્યું હતું અને પોતાના રાજ્યમાં એના પઠન-પાઠનની મોટા પાયે વ્યવસ્થા કરી હતી. ત્યારથી સમગ્ર શ્રી જૈન શ્વેતાંબર સંઘમાં આ વ્યાકરણના પઠન-પાઠનનો પ્રચાર અત્યંત સુંદર રીતે ચાલ્યો આવે છે.
ગુજરાતના વિદ્યાપ્રેમી મહારાજા સિદ્ધરાજે કેવા સંજોગોમાં આચાર્યભગવાનું શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને વ્યાકરણ રચવા માટે વિનંતિ કરી હતી, તથા આ.ભ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કેવી રીતે કેવું મહાત્ વ્યાકરણ કેટલા અલ્પસમયમાં તૈયાર કર્યું હતું એ વિશે, આ.ભ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવન-કવન વિષે, તથા મહારાજા સિદ્ધરાજ જયસિંહ તથા પરમહંત મહારાજા કુમારપાલ આ બંને રાજવીઓના અત્યંત પ્રીતિપાત્ર તથા પ્રતિબોધક સગુરૂ તરીકે તેમણે કુનેહપૂર્વક જે અભુત ભાગ ભજવ્યો હતો એ વિષે ઘણા અભ્યાસીઓ તથા વિદ્વાનો તરફથી આજ સુધી અનેક ભાષાઓમાં ખૂબ ખૂબ લખાયું છે અને ખૂબ પ્રસિદ્ધ છે. એટલે એ વિષે વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં જ લખવાનું વિચાર્યું છે. વળી આ પાઠ્ય પુસ્તક હોવાને લીધે, પ્રસ્તાવનાનાં ઘણાં પત્રોથી પુસ્તકનું કદ ઘણું વધી ન જાય તેનો પણ ખ્યાલ રાખવાનો છે.
સિદ્ધહેમ૦ ના આઠ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. દરેક અધ્યાય તથા પાદમાં ન્યૂનાધિક સૂત્રો છે. તે નીચેના કોષ્ટકથી જણાશે. ૧. રાજનગર (અમદાવાદ)ની જૈનગ્રંથપ્રકાશક સભા તરફથી વિક્રમ સંવત ૨0૭માં પ્રકાશિત બૃહન્યાસ તથા બૃહદ્રવૃત્તિ સહિત સિદ્ધહેમ ના પ્રથમ વિભાગમાં પં. અંબાલાલ પ્રેમચંદભાઇએ લખેલા ઉપોદઘાતમાં ઘણી ઘણી જાણવા યોગ્ય વાતો લખી છે. તેમાં પૃ.૨૨માં જણાવ્યું છે કે ‘વિક્રમ સંવત્ ૧૧૯૩માં સિદ્ધરાજે તેમને વ્યાકરણ રચવાની પ્રેરણા કરી અને વિ.સં. ૧૧૯૪ના અંતે કે વિ.સં. ૧૯૯૫ના પ્રારંભમાં આ ગ્રંથ સાંગોપાંગ પુરો થયો હશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org