________________
દ્રવ્ય ભાવ દયા. ૫. આસ્તિક્ય=આત્મા છે, કર્મ છે, વગેરે તત્વની શ્રદ્ધા.
સંવેગો મોમ્બમઈ, નિવ્વઓ ભવવિરત્તયા હોઇ દુત્યિયવિસયાઉ દયા, અત્યિકર્ક તત્ત વિસયંતિ |
સમ્યક્ત-1 પ્રકારે-તત્ત્વચિ. ૨ પ્રકારે-નિસર્ગ (સહજ) અધિગમ (ઉપદેશાદિ નિમિત્તથી). ૩ પ્રકારે-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, અથવા કારક (સમ્યક્તની ક્રિયા કરે), રોચક (શ્રદ્ધા માત્ર), અને દીપક (પોતે મિથ્યાદષ્ટિ છતાં બીજાને સમકિત પમાડે).
જીવાઈ નવ પયત્વે, જો જાણઈ તસ્સ હોઈ સમ્મત્ત; ભાવેણ સહતો, અયાણમાણેકવિ સમ્મત્ત.
“અયાણમાણે' એટલે નવ પદાર્થોનું વિસ્તારથી જ્ઞાન ન છતાં ભાવથી શ્રદ્ધા કરનારને સમ્યક્ત હોય. એ નવ પદાર્થ એટલે નવતત્ત્વ.
તત્ત્વ=ત્તેય, હેય, કિંવા ઉપાદેય એવો યથાર્થ, અકલ્પિત, પ્રામાણિક (પ્રમાણસિદ્ધ) પદાર્થ, એવાં કુલ તત્વ નવ છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્ભર બંધ અને મોક્ષ.
જૈન-દર્શનમાં તત્ત્વોની વ્યાખ્યા (અનુયોગ) ના ચાર વિભાગ
૧. ચરણકરણાનુયોગમાં મોક્ષના ઉપાયભૂત ચારિત્ર (વિરતિ), શુભ ક્રિયાઓ, શુભ ભાવના વગેરેનું વર્ણન આવે જેમ કે આચારાંગ ઓધનિયુક્તિ વગેરેમાં.
Jain Education International
૮. For Private & Personal Use Only
www.jainelibrary.org