________________
થી ૬ હાથથી અનુત્તરે ૧ હાથ સુધી. સર્વ દંડકમાં શરીરની પ્રારંભિક જધન્ય અવગાહના અંગુલનો અસં૰ ભાગ. વાઉકાયના ઉત્તર વૈક્રિય શરીરની પણ તેમ. પરંતુ બીજાના ઉત્તર વૈ૰ ની પ્રારંભે અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય દેવોનું ૧ લાખ જોજન, મનુષ્યોનું લાખ જોજન અને ૪ આંગળ, તિર્યંચોનું ૯૦૦ જોજન, નારકોનું સ્વશરીરથી બમણું. આહારકની અવગાહના પ્રારંભે જધ પણ ૧ હાથથી કંઇક ઓછી, અને ઉત્કૃ॰ ૧ હાથ. વિધુર્વેલું શરીર ઉત્કૃષ્ટથી નારકને અંતર્મુહૂર્ત, દેવને ૧૫ દિન, તિર્યંચ મનુષ્યને ૪ મુહૂર્ત, (આ જીવાભિગમ મુજબ. સ્વોપજ્ઞ અવસુરિ, ભગવતી અને દિગંબરના હિસાબે અંતર્મુ૰) અને આહા૨ક અંતર્મુ૰ રહે.
સંઘયણ-સ્થાવર, દેવ, નારક એ સંઘયણ રહિત, સંમૂર્છાિમ તિર્ય મનુ ને તથા વિલંદ્રિયને છેલ્લું સેવાર્ત સંઘયણ, અને ગર્ભજ તિર્યંચ મનુષ્યને છએમાંનું ગમે તે સંઘયણ.
સંજ્ઞા-સર્વ દંડકમાં ૪ કે ૧૦ સંજ્ઞા હોય છે. સંસ્થાન-સર્વદેવોને પહેલું સમચતુરગ્ન સંસ્થાન, ગ. મનુ તિ ને માંનું ગમે તે, બાકીનાને છેલ્લું હુંડક સંસ્થાન. તેમાં એકેન્દ્રિયમાં પૃથ્વીકાયનું મસુરની દાળ કે અર્ધચંદ્રના આકારનું, અપ્લાયને પરપોટાના, તેજસ્કાયને સોયના, વાયુકાયને ધ્વજાના, અને પ્રત્યેક વનસ્પતિકાયને જુદા જુદા આકારનું સંસ્થાન હોય છે.
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org