________________
ચારિત્રમોહના-સ્વપરના ક્લાયનું ઉદ્દીપન, ધર્મમાં વિબ, સાધુની નિંદા, અવિરતિની પુષ્ટિ, વિરતિરહિતનાં ગુણગાન, ચારિત્રદૂષણ વગેરે. - નરકાયુના - બહુ આરંભ-પરિગ્રહ, માંસાહાર, પચેંદ્રિયનો ઘાત, સ્થિર વૈર, રૌદ્રધ્યાન, વિષયોમાં અતિલંપટતા, અનંતાનુ કષાય વગેરે. તિર્યંચાયુના - માયા, આર્તધ્યાન, શલ્ય, ગૂઢતા, સન્માર્ગનાશ, વ્રતમાં દૂષણ, અપ્રત્યા, કષાય વગેરે. મનુષ્પાયુના -અલ્પ આરંભ-પરિપ્રહ, સ્વભાવથી કષાયોની મંદતા, મધ્યમ ગુણો, દાનરુચિ, દેવગુરુભક્તિ, પ્રત્યા કષાય વગેરે. દેવાયુના, તપ, શ્રદ્ધા, સરાગસંયમ, દેશવિરતિ, અજ્ઞાનતપ-કષ્ટ, ધર્મશ્રવણ, સુપાત્રદાનાદિ.
અશુભનામના-વક્રતા, ઠગવું, હિંસાદિ ૫, અસભ્ય વર્તન, તીવ્ર કષાય, વિષયલંપટતા, અનાચારીનું પોષણ. મિથ્યાત્વાદિ.
શુભનામના - પૂર્વોક્તથી વિપરીત તથા સંસારભય, ક્ષમાદિ. જિનનામના-અરિહંતવાત્સલ્યાદિ.
નીચગોત્રના-પરની નિંદા, અવજ્ઞા, મશ્કરી, પરના ગુણ આવરવા અને દોષ ઢાંકવા, સ્વનો ઉત્કર્ષ-મદ, પ્રશંસાદિ. ઉચ્ચગોત્રના એથી
વિપરીત.
અંતરાયના -દાન, લાભ વગેરેમાં અંતરાય કરવો.
૧૧ 9 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org