________________
અચક્ષુ (અન્ય ઈદ્રિય કે મનથી) દર્શનાવરણ, અવધિદ, કેવલદવે, આ ૪ + ૫ નિદ્રા. દર્શન = સામાન્ય જ્ઞાન. ૧. નિદ્રા-અલ્પ નિદ્રા જેમાં સુખેથી જગાય તે; ૨. નિદ્રાનિદ્રા-ગાઢ નિદ્રા જેમાં કષ્ટ જગાય તે, ૩. પ્રચલાબેઠા કે ઉભા નિદ્રા આવે તે. ૪. પ્રચલાપ્રચલા - ચાલતા નિદ્રા આવે છે, ૫. મ્યાનદ્ધિ-વાસુદેવના અદ્ધ બળવાળી નિદ્રા કે જેમાં જાગ્રતની જેમ, (ખરેખર હાથીના દાંત તોડવા વગેરે જેવી) દિવસે ચિંતવેલ ક્રિયા કરી આવે. પહેલા ચાર ચક્ષુ, આદિ આત્મામાં દર્શનલબ્ધિ ન થવા દઈને, અને પછીની પાંચ નિદ્રા એ પ્રાપ્ત દર્શનનો નાશ કરવા વડે કરીને દર્શનાવરણ કહેવાય છે.
મોહનીય ૨૬-૧. દર્શનમોહનીય=મિથ્યાત્વ (જેના ઉદયે અતત્ત્વ પર રુચિ થાય, કિંતુ સર્વજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વ પર શ્રદ્ધા ન થાય) + ૨૫ ચારિત્રમો ની પ્રકૃતિ (૧૬ કષાય મો. + ૯ નોકષાય મો. કષ = સંસારનો, આય લાભ જેથી થાય છે.)
૧દ કષાયો-ક્રોધ, માન, માયા, લોભ એ દરેક ૪-૪ પ્રકારે તેમાં ૧. અનંતાનુબંધિ-અનંતઃ= સંસાર, તેના બંધની પરંપરાને કરનારો. માવજીવ સાથે રહેનારો. આત્માના સમ્યત્ત્વ ગુણનો ઘાતક ૪થે ગુણઠાણે ન હોય. ૨. અપ્રત્યાખ્યાનીય-પચ્ચક્ષ્મણ=વિરતિ માત્રનો ઘાતક - વર્ષ પર્યત ટકનારો એ ૫ મે દેશવિરતિ ગુણઠાણે ન હોય. ૩. પ્રત્યાખ્યાનાવરણીય-થોડા પચ્ચક ને ન રોકે, કિંતુ સર્વવિરતિને રોકે. ચાર
૧૦૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org