________________
પૂ. ગુરુદેવની નિશ્રામાં ધર્મક્રિયા કરીને સંસારસાગરને તરવાનો હોય છે. મન-વચન-કાયાના યોગોનું જેમના ચરણે સમર્પણ કરવાનું છે એ તારક પૂ. ગુરુદેવની ઓળખાણ સૌથી પહેલા કરવી જોઇએ. તેઓ ૩૬ ગુણોથી યુક્ત હોય છે. તેમાં......
પાંચ ઈન્દ્રિયના વિષયોને વશમાં રાખનાર
શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણોનું વર્ણન
૭ પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો
=
ચામડી, જીભ, નાક, આંખ અને કાન, તે પાંચ ઈન્દ્રિયો અને તેના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ હોય છે. (૧) સ્પર્શ = ૮ = ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ = (૨) સ = ૫ = તીખો, કડવો, ખાટો, મધુર, કષાય. (૩) ગંધ = ૨ = સુગંધ, દુર્ગંધ. * (૪) વર્ણ = ૫ = લાલ, પીળો, લીલો, સફેદ, કાળો ૭ (૫) શબ્દ = ૩ = સચિત્ત, અચિત્ત, મિશ્ર, એમ પાંચ ઇન્દ્રિયોના (૮+૫+૨+૫+૩) = ૨૩ વિષયો અનુકૂળ મળે તો રાગ ન કરે અને પ્રતિકૂળ મળે તો દ્વેષ ન કરે.
૪. તપાચાર:
૨. દર્શનાચાર: શુદ્ધ સમ્યક્ત્વને પોતે પાળે, બીજા પાસે પળાવે અને સમ્યક્ત્વથી પડતાને સમજાવી સ્થિર કરે. ૩. ચારિત્રાચાર: પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજા પાસે પળાવે, અને પાળનારને અનુમોદે.
છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે.
પાંચ મહાવ્રતથી યુક્ત
(૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત, (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત, (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત, (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત અને (૫) સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત થી યુક્ત હોય.
પાંચ પ્રકારના આચાર ૧. જ્ઞાનાચાર જ્ઞાન ભણે, ભણાવે, લખે, લખાવે, ભણનારને
સહાયક બને.
૫. વીર્યાચાર : ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વીર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે. આ પ્રમાણે પાંચ આચારના પાલનમાં સમર્થ હોય.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત : ચારિત્ર ધર્મની રક્ષા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચન માતાને પાળે. (૧) ઇસિમિતિ : સાડા ત્રણ હાથ આગળ દૃષ્ટિ નીચે રાખીને ભૂમિને જોતાં ચાલવું.
બ્રહ્મચર્યની નવ વાડઃ ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય તેમ બ્રહ્મચર્યનું આ નવ વાર્તાથી રક્ષણ થાય છે. (૧) સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. (૨) સ્ત્રીકથા અને સ્ત્રીની સાથે રાગથી વાત ન કરે. (૩) સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પ્રહર (લગભગ ૧૨ કલાક)સુધી બેસે નહિ. (૪) સ્ત્રીના અંગોપાંગ રાગપૂર્વક જુએ નહિ. (૫) એક ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનો આવાસ હોય ત્યાં ન રહે. (૬) અગાઉ ભોગવેલા વિષયાદિભોગોને સંભારે નહિ. (w) સ્નિગ્ધ આહાર કરે નહિ. (૮) નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ અને (૯) શરીરની શોભા ટાપટીપ કરે નહિ. આ પ્રકારે નવ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિને ધારણ કરે છે.
(૨) ભાષાસમિતિ : હિતકારી, મિત, પ્રિયકારી નિરવધ વચન બોલવું. (૩) આદાન-ભંડમત્ત-નિક્ષેપણા-સમિતિ : વસ્ત્ર-પાત્ર, પાટ આદિ મુકતાં-લેતાં પૂંજવા પ્રર્માજવાનો ઉપયોગ રાખવો.
Jain Education International
ચાર કષાયોથી મુક્ત : કષ=સંસાર + આય=લાભ, = સંસારનો લાભ. તે ચાર પ્રકારે છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ.
(૪) પારિષ્ઠા-પનિકા-સમિતિ : મલ, મૂત્ર, શ્લેષ્મ, કફ આદિ ત્યાગ કરવા યોગ્ય પદાર્થો જીવ ન હોય, તેવી ભૂમિએ પરઠવવાં.
• ત્રણ ગુપ્તિ
(૧) મનગુપ્તિ :
મનમાં આર્ત્ત, રૌદ્ર, ધ્યાન ધ્યાવવાં નહિ. (૨) વચનગુપ્તિ
નિરવધ વચન પણ કારણ વિના બોલવું નહિ. (૩) કાયગુપ્તિ:
શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર, નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, પાંચ પ્રકારના મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિનું પાલન કરનાર અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર (૫ + ૯ + ૪+૫+ ૫ + ૫ + ૩ = ) એવા ૩૬ ગુણોથી યુક્ત મારા પૂ.
=
ગુરુભગવંત હોય.
For Private & Persona Use Galy
૪૫ www.jainelibrary.org