SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞાના સુપ્રથા પડ્યા જૈનશાસનના અણમોલ સિદ્ધાંત વારસાને જીવંત રાખવા માટે ઘરના વડીલજનોની મુખ્ય જવાબદારી રહેતી, પણ. કેટલીક આધુનિકતા અને પશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરતાં બાળકોના બાલમાનસ પર પડતી ખરાબ અસરના કારણે વડીલ. યોગ્ય જવાબદારી ગૌણ બનવા લાગી છે. તેમ છતાં ભવિષ્યના જૈન શાસનના રક્ષક એવા બાલ-યુવાનને જૈનધર્મ પ્રત્યે. આકર્ષિત કરવા “જૈન પાઠશાળા' આદિ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. ચતુર્વિધ શ્રીસંઘમાં સમાવિષ્ટ તેમજ પૂ.સાધુભગવંતો-સાધ્વીજી ભગવંતોને ગૂઢરહસ્યથી ભરેલા જૈન શાસ્ત્રોનો. તલસ્પર્શી અભયૌસ કરાવવા માટે અને મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓ પણ જૈન તત્વનો અભ્યાસ સરળતાથી કરી શકે, તે. માટે પોતાના જીવનના અણમોલ વર્ષોનો જૈન તત્વનો અભ્યાસ કરવામાં વ્યતીત કરનાર સૂક્ષ્મ-તીર્ણ-વિચક્ષણ બુદ્ધિમતિ ધારક કોઈ હોય તો તે શ્રદ્ધાળુ અધ્યાપક શિક્ષક-શિક્ષિકા તરીકે કહી શકાય, જૈન તત્વાભ્યાસ કરી અંતરમાં સ્થિર કરી જ્ઞાનપિપાસુ શ્રી સંઘમાં વિનિયોગ કરવામાં ઘણા વર્ષો યાવત્ પૂર્ણ જીવના સમર્પિત કરવાનો મહાન સુકૃત કરનાર પણ આ જ શિક્ષક શિક્ષિકાઓ હોય છે. તે શ્રદ્ધાળુ શિક્ષક-શિક્ષિકા ગૃહસ્થાશ્રમમાં વિવિધ જવાબદારીઓને વહન કરતા હોય છે. નિર્ધારિત અને મર્યાદિત. આર્થિક ઉપાર્જનના સહારે તેમના વ્યવહાર ચાલતા હોય છે. કાંઈક અશુભકર્મના ઉદયથી ક્યારેક શરીર માંદુ પડવાની. શક્યતા હોવા સાથે ક્યારેક અકસ્માત આદિ પણ થવાની શક્યતા રહેલી હોય છે. કોઈક વખતે વ્યવહારિક મોટા. પ્રસંગની જવાબદારી નિભાવવા અર્થોપાર્જન વિશેષની જરૂરીયાત પણ ઉભી થતી હોય છે. તેવા સમયે સીમિત આવકમાં આર્થિક સંકળામણનો અનુભવ થતાં ભણવા-ભણાવવાની પ્રવૃત્તિમાં ઉત્સાહ જળવાઈ રહેવાની શક્યતા ઓછી હોય છે. તેથી તેઓના શિક્ષણકાર્યને સદા વેગવંતુ અને હર્ષોલ્લાસપૂર્વક આગળ વધતું રાખવા માટે “સમ્યગજ્ઞાન રમ્ય પર્ષદા' એ કાંઈક અદકેરું આયોજન કરેલ છે. તેમા સહકારી બનવાનો સદભાગ્ય મહાભાગ્યશાળી જ પ્રાપ્ત કરી શકે. | અચાનક આવતી માંદગી માટે, અકસ્માત અચાનક થાય તે માટે, અસાધ્ય બીમારીમાં કાંઈક આર્થિક સહયોગ. દ્વારા ભક્તિ, આર્થિક સંકળામણમાં નિર્ણાજ લોન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અત્યારે આ સંસ્થામાં ૫૦૦ (પાંચસો) આસપાસ સભ્યો છે. બે વર્ષમાં તેઓને માંદગી આદિમાં ૧,૫૦,૦૦૦ ની ભક્તિ કરેલ છે. તે સિવાય અન્ય સુકૃત પણ ચાલુ છે. કેટલાક સભ્યોને ભક્તિરૂપે નિર્વ્યાજ લોન પણ આપવામાં આવેલ છે. આ સાથે શ્રી “સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા” સંચાલિત “મોક્ષપથ પ્રકાશન” દ્વારા પ્રકાશિત “આવશ્યક ક્રિયા સાધના” પુસ્તક પ્રથમ આવૃત્તિ ૫૦૦૦ નકલ (ગુજરાતી) અને દ્વિતીય આવૃત્તિ ૫૦૦૦ નકલ ગુજરાતી તથા હિન્દી ૪૦૦૦ નકલ તેમજ જિન પૂજા વિધિપ્રથમ આવૃત્તિ ૧૨,૦૦૦ નકલ (ગુજરાતી) તથા ૨૦૦૦ નકલ (હિન્દી)નું પણ પ્રકાશન કરાયેલ છે. તે સિવાય અન્ય નાની-મોટી અનેકવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. સંપર્ક સ્થળ : જી-૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે, નારાયણ નગર રોડ, પાલડી, અમદાવાદ-૭. મો. ૯૮૨૫૦ ૭૪૮૮૯, ૯૨૨૮૨ ૬૬૫૦૧ લિ. સમ્યગજ્ઞાન રમ્ય પર્ષદા, ટ્રસ્ટી ગણ. શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશચન્દ્ર માનમલજી પુનમિયા, મુંબઈ. પંડિતવયે શ્રી ચન્દ્રકાન્તભાઈ સ્વરૂપચંદ સંઘવી, પાટણ. અધ્યાપક શ્રી પરેશકુમાર જશવંતલાલ શાહ, અમદાવાદ. શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રદિપભાઈ કચરાભાઈ શાહ, અમદાવાદ. શ્રેષ્ઠિવર્ય શ્રી સંજયભાઈ ભરતભાઈ કોઠારી, અમદાવાદ. ૨૮૦ Private Person Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy