SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) પાંચમું કાયોત્સર્ગ આવશ્યક પછી ‘કરમિભંતે', 'ઈચ્છામિ હામિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ'..., 'તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં બે વાર શ્રી લોગસ્સ સૂત્રનો ‘ચંદ્રેસ નિમ્મલયરા' સુધીનો કાયોત્સર્ગ કરવો. શ્રી લોગસ્સું સૂત્ર ન આવડતું હોય તો જ આઠવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો. ૨૪૦ પછી યથાવિધિ કાયોત્સર્ગ પારીને ‘શ્રી લોગસ્સ સૂત્રસવ્વલોએ અરિહંત ચેઈઆણં-અન્નત્થ સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં એકવાર શ્રી લોગસ્સ સૂત્ર ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાર્યોત્સર્ગ કરવો અને તે ન આવડે તો જ ચારવાર શ્રી નવકાર મહામંત્ર નો કાર્યોત્સર્ગ કરવો. પછી ‘ શ્રી પુકખર-વર-દીવટ્ટે-સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ - વંદણવત્તિયાએ... અન્નત્ય સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રી લોગસ સૂત્રનો 'સંદેસુ નિમ્મલયરા' સુધીનો કાયોત્સર્ગ કરવો અને તે ન આવડે તો જ ચારવાર શ્રી નવકાર મહામંત્ર નો કાયોત્સર્ગ કરવો. પછી ‘શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર' બોલી ‘સુઅદેવાયાએ કરેમિ કાઉસ્સગ્ગ - અન્નત્ય સૂત્ર' બોલી જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકાર મહામંત્રનો કાર્યોત્સર્ગ કરી પુરુષોએ ‘નમોડર્હત્' બોલી ‘સુઅદેવયા ભગવઈ'ની સ્તુતિ બોલવી અને વ્હેનોએ ફક્ત ' કમલ-દલ-નયન' ની સ્તુતિ બોલવી. પછી ‘ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્રં-અન્નત્યં સૂત્ર' બોલી જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકારમંત્રનો કાયોત્સર્ગ કરી પુરુષોએ ‘નમોડર્હત્' બોલી ‘ જિસે ખિત્તે સાહૂ' ની સ્તુતિ બોલવી અને વ્હેનોએ ફક્ત ‘યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્ય’ની સ્તુતિ બોલવી. પછી એકવાર પ્રગટ શ્રી નવકાર મહામંત્ર બોલવો. (૮) છઠ્ઠું પ્રત્યાખ્યાન આવશ્યક પછી યથાજાત મુદ્રામાં નીચે બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિનું ૫૦ બોલ થી પડિલેહણ કરી બે વાંદણાં આપી ગુરુના અવગ્રહ રહીને રહીને જ ઉભા-ઉભા-યોગ-મુદ્રામાં ‘સામાયિક, ઉવિસો, વાંદણાં, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યુ છે જી..એમ બોલવું. પછી અવગ્રહની બહાર નિકળવું. (૯) સ્તુતિ મંગલ પછી ‘ઈચ્છામો અણુસટ્ઠિ' કહી, નીચે બેસીને (ચૈત્યવંદન મુદ્રામાં) ‘નમો ખમાસમણાણું' બોલતાં મસ્તક નમાવવું અને ‘નોડર્હતુ’..(પુરુષોએ) બોલી શ્રી વર્ધમાન જિન સ્તવ' એટલે “નમોડસ્તુ વર્ધમાનાય' સ્તુતિ એકલયમાં એક સ્વરે મધુર કંઠે સર્વ પુરુષો સાથે બોલે. પણ વ્હેનો ‘નમો ખમાસમણાર્ણ' બોલીને ‘શ્રી સંસાર-દાવાનલ' સૂત્રની પ્રથમ airbJucation International ત્રણ ગાથા સાથે બોલે. (‘નમો ખમાસમણાણં' બોલતાં પહેલા પુરુષોએ (સુયોગ્ય રીતે ખોલીને) ખેસનો અવશ્ય ઉપયોગ કરવો.) પછી ‘ શ્રી નમુન્થુણં સૂત્ર' બોલીને ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્યોએ (૧૦૦ વર્ષ પહેલાંના) રચેલ ભાવવાહી ગુજરાતી હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત હું અપભ્રંશ ભાષામાં ગૂચિત સ્તવન ભાવુક થઈને બોલવું. પછી એકસ્વરે લયબદ્ધ રીતે એક સાથે ‘સપ્તતિ-સતજિનવંદન' એટલે ‘શ્રી વરકનક સ્તુતિ' બોલી પુરુષોએ પ્રેસનો ત્યાગ કરી સત્તર સંડાસા (પ્રમાર્જનાસ્થાન) પૂર્વક એક-એક ખમાસમણ આપવા દ્વારા દરેક ખમાસમણના આંતરે ‘પંચ પરમેષ્ઠિ વંદના સૂત્ર’ એટલે ‘ભગવાન્હ’ સૂત્રના પાઠ સાથે ચાર ખમાસમણ આપવાં જોઈએ. પછી ઉભડક પગે ઢીચણના આધારે નીચે બેસીને ચરવાળા | કટાસણા ઉપર જમણા હાથની હથેળીને ઉંધી સ્થાપન કરી, ડાબા હાથની હથેળીને મુખની આગળ મુહપત્તિના ઉપયોગ સાથે રાખીને ‘ શ્રી અઢાઈજ્જૈસા સુત્ર' ખૂબ ભાવપૂર્વક બોલવું. (૧૦) પ્રાયશ્ચિત - વિશુદ્ધિ નો કાયોત્સર્ગ પછી ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે ' ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ-પાયતિ-વિસોહણત્યં કાઉસગ્ગ કરું? ' ‘ગુરુભગવંત કહે ‘કરેહ’ ત્યારે કહેવું. ઈચ્છ દેવસિઅ-પાયચિત્ત વિસોહમર્ત્ય કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્ય સૂત્ર' બોલી જિનમુદ્રામાં ચારવાર શ્રી લોગસ્સ સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ કરવો, જેને લોગસ્સ સૂત્ર ન આવડે તેણે જ સોળ વાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરી યથાવિધિ પારીને પ્રગટ રૂપે શ્રી લોગસ્સ સૂત્ર’ પૂર્ણ બોલવું. (૧૧) સજઝાય (સ્વાધ્યાય) પછી સત્તર સંડાસાપૂર્વક એક ખમાસમાણ આપી ઉભા થઈને આદેશ માંગવો કે.. ‘ઈરછાકારેણ સંદિસંહ ભગવત્ સર્જાય સંદિસાહું'? ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ ત્યારે... ‘ઈચ્છું', કહેવું.પછી ફરી (એકવાર) પંચાંગ પ્રણિપાત સ્વરુપ ખમાસમણ આપી ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે.. * ઈચ્છાકારેણ સંદિસંહ ભગવન્ ! સજઝાય કરું ? ગુરુભગવંત કહે કરે ત્યારે ઈચ્છું' કહીને ચચાજાત મુદ્રામાં બેસીને પૂ.ગુરુભગવંત અથવા તેઓશ્રીએ જેઓને આદેશ આપેલ હોય તે પૂ. સાધુભગવંતો અને જો પૂ. ગુરુભગવંતની નિશ્રા ન હોય તો વડીલજને જે શ્રાવકશ્રાવિકાને આદેશ આપેલ હોય તેઓ ૧૦૦ વર્ષ પૂર્વે થયેલા ગીતાર્થ પૂર્વાચાર્ય મહાપુરૂષોએ (ઓછામાં ઓછી પાંચ ગાથાની) ગુજરાતી | હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત / અપભ્રંશ ભાષામાં રચેલ ભાવવાહી વૈરાગ્ય સંપન્ન સજ્ઝાય આગળ-પાછળ એક-એક શ્રી નવકારમહામંત્ર પ્રગટ સ્વરૂપે બોલવા પૂર્વક બોલવી. ‘સજ્ઝાય” પૂર્ણ થાય ત્યારે ધન્ય મૂનિરાજ' કે 'ધન્ય મહાત્મા' બોલવું, તે અવિધિ કહેવાય. al Use Only www allrnelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy