________________
* શકસ્તવમાં ભગવાનનું એક સુંદર વિશેષણ છેઃ વિશ્વપાયા ભગવાન “વિશ્વરૂપ છે, એટલે કે વિશ્વવ્યાપી છે. ઘટ-ઘટના અંતર્યામી છે ભગવાન!
‘ત્યામવ્યય' આગાથામાં જે જે ભગવાનના વિશેષણો છે, તે બધા જ ભગવાનની જુદી – જુદી શક્તિ બતાવનારા છે.
* તમે ભયભીતકેમ છો? ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી માટે. નિર્ભય બનવું હોય તો પહોંચો ભગવાન પાસે.
સમયે સરdi પવન' એમ અજિતશાન્તિકાર ઘોષણા કરે છે.
* બીજા કાર્યો માટે કલાકોના કલાકો કાઢી શકો છો. પ્રભુ-ભક્તિ માટે તમે થોડો વધુ સમય ફાળવી નહિ શકો?
ભક્તિમાં ઊંડા ઉતરશો પછી સમજાશે કે સ્વાધ્યાય, વાંચન, સંપાદન, સંશોધન, અધ્યયન, અધ્યાપન, જાપ, ધ્યાન, સેવા વગેરે તમામ પ્રભુ-ભક્તિના જ પ્રકારો છે. અત્યારે તમારા આ કાર્યો શુષ્ક છે. કારણ ભક્તિ ઉતરી નથી. ભક્તિનો દોરો જોડાઈ જાય તો આ બધા કાર્યોના મણકો માળા બની તમારા કંઠમાં શોભી ઊઠે. (૨૨) – “વ્યો રેશો વિવિશ યોગીએ એકાન્ત સ્થળનું સેવન કરવું. આટલું એકાંત પવિત્ર સ્થાન (વાંકી) આટલા વર્ષોમાં નથી મળ્યું. સાધના માટે આ વાંકી ક્ષેત્ર ઉત્તમોત્તમ છે માટે અહીં રહી સાધના પર ભાર મૂકજો. જાપ - થાન વગેરેની જેટલી અનૂકૂળતા અહીં મળશે તેટલી બીજે ક્યાંય નહિ
મળે.
૯૨ વર્ષીય સા. લાવણ્યશ્રીજી મ. આજે બપોરે ૧.૩૦ વાગે કાળધર્મ પામ્યા છે. આ સાધ્વીજી ખૂબ જ ગુણીયલ હતાં. મારાથી ડબલ પર્યાય એટલે કે મારી ઉંમર જેટલો દીક્ષા પર્યાય હતો. ગુણથી પણ વૃદ્ધ હતાં. આવી વેદનામાં પણ અપૂર્વ સમાધિ રાખી. બુદ્ધિશાળી પણ ખૂબ જ. તે યુગમાં ૧૮ હજારી કરેલી. છેલ્લા ૧૫ વર્ષથી બીમાર હતાં. સાથે રહેનારાએ પણ કમાલ કરી છે, અપૂર્વ સેવા કરી છે. જેટલી અનુમોદના કરીએ, તેટલી ઓછી છે.
આપણે વૃદ્ધ બનીશું, આ જગતમાંથી વિદાય લઈશું એ હકીકત કદી ભૂલવી નહિ.
આપણું મૃત્યુ જોવું. પોતાનું મૃત્યુ જેને પ્રતિપળદેખાય તે વૈરાગી બન્યા વિનાન રહી શકે. મૃત્યુની દરેક ઘટના આપણા વૈરાગ્યને વધારનારી બનવી જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ
...
• ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org