________________
બીજાની નિંદા કરવી એટલે સ્વમાં ગુણના આગમનને રોકવું. નિંદા કરવાનું મન થાય ત્યારે ‘સ્વ’માં દૃષ્ટિ કરવી. હું કેવો છું ?
પૂ. હેમચન્દ્રાચાર્ય જેવા પણ જ્યારે ‘ત્વમ્મતામૃત’ કહેતા હોય, સ્વ-દુષ્કૃતોનો ખુલ્લો એકરાર કરતા હોય તો આપણે વળી કઈ વાડીના મૂળા...?
સ્વ-દુષ્કૃતગની તીવ્રતા કેવળજ્ઞાન પણ અપાવી શકે. સ્વમાં દુષ્કૃત દેખાય પછી જ બીજામાં સુકૃતો દેખાય ને ત્યારપછી જ ઉત્કૃષ્ટ સુકૃતના સ્વામીના શરણે જવાનું
મન થાય...
‘નમો’ એદુષ્કૃતગહ, ‘અરિહં’ એ સુકૃત અનુમોદના, ‘તાણં’ એ શરણાગતિ... ‘નમો’ :- જે દુષ્કૃત ગહ કરે, જે સ્વને વામન ગણે તે જ ઝૂકી શકે. ‘અરિહં’ :- જે દુષ્કૃત ગહ કરે તેને જ અરિહંતમાં સુકૃતની ખાણ દેખાય.
‘તાણં’ અને તે જ શરણું સ્વીકારી શકે.
ગુણ જોવા હોય તો બીજાના અને અવગુણ જોવા હોય તો પોતાના જ જોવા. આટલી નાનકડી વાત યાદ રહી જાય તો કામ થઈ જાય.
(૧૩) ‘શૌચમ્’ પવિત્રતા જોઈએ... પવિત્રતા એટલે નિર્મળતા. બીજા પ્રયોગથી મેળવેલી સ્થિરતા, ચાલી જશે. માટે પહેલા નિર્મળતા જોઈએ. નિર્મળતા, સ્થિરતા, તન્મયતા આજ સાચો ક્રમ છે. આ જ ક્રમથી પ્રભુ મળી શકે.
નિર્મળતા એ પાયો છે. સ્થિરતા મધ્યભાગ છે. અને તન્મયતા શિખર છે. ત્રણેય યોગોની નિર્મળતા જોઈએ.
બ્રહ્મચર્ય ભાવસ્નાન છે. બ્રહ્મચર્યથી વગર નાહ્ય કાયા પવિત્ર બને છે. કટુ અને અસત્ય વચનોથી વાણી અપવિત્ર બને છે. કાયાની પવિત્રતા સદાચાર છે. વાણીની નિર્મળતા સત્ય – મધુર – હિતકારી વચન છે.
આસન – પ્રાણાયામ ઈત્યાદિ કરવા માત્રથી પવિત્રતા નહિ આવે. થોડીક આભાસી સ્થિરતા આવશે, પણ એ ઝાઝી નહીં ટકે. યોગના કલાસો ચલાવીને યોગના નામે થોડા આસનો – પ્રાણાયામો શીખવી તેઓ ખીસ્સા ભરી જશે, પણ તમારું મન પવિત્રતાથી નહિ ભરાય. એના પહેલાના બે અંગો ‘યમ અને નિયમ' ભૂલાઈ ગયા છે, જેના જીવનમાં યમ – નિયમ ન હોય તેનામાં પવિત્રતા ન આવે. નિર્મલ બનેલું ચિત્ત જ સ્થિર બને છે. અહિંસાદિ પાંચ યમ છે. સ્વાધ્યાયાદિ પાંચ નિયમ છે. એ આજે ભૂલાઈ ગયા
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૭૭
www.jainelibrary.org