________________
શ્રુતજ્ઞાનથી બોધ મળે તે બોધને ભગવાનમાં એકાગ્રપણે લગાડી લેવો તે ધ્યાન. સમાપત્તિમાં ધ્યાતા, પરમાત્માની સાથે સંપૂર્ણ ડૂબી ગયો હોય છે.
આ પ્રભુ સાથેની સમાપત્તિ આપણે કદી કરી નથી. સાંસારિક પદાર્થો સાથે ઘણીવાર કરી છે. આજે પણ કરીએ છીએ.
ઉચ્ચકોટિનો જીવ સમાપત્તિ સમયે, તીર્થંકરનામકર્મ પણ બાંધી શકે. એમ હરિભદ્રસૂરિ કહે છે.
ગુરુ બહુમાન એ જ સ્વયં મોક્ષ છે. એમ પંચસૂત્રના ૪થા સૂત્રમાં કહ્યું છે.
“ધૃતમાયુ:” ની જેમ ગુરુ- બહુમાન મોક્ષનું અનન્ય કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર થયો છે.
ગુરુભક્તિના પ્રભાવથી આવી સમાપત્તિ આ કાળમાં પણ થઈ શકે છે. મહાવિદેહની રાહ જોવાની જરૂર નથી.
૫૨ ...
.. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org