________________
વિવાર, ડા. સુદ – ૧૩, ૨૧-૧૧-૯૯.
* “સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિ-ગણ આતમરામી રે...”
સંસારના બધા જ પ્રાણીઓ ઈન્દ્રિયોમાં આનંદ માનનારા છે. મુનિઓ જ માત્ર આત્મામાં આનંદ માનનારા છે. પતંગિયાને દીવામાં સોનું દેખાય છે ને તેની પાછળ દોટ મૂકીને મૃત્યુ વહોરી લે છે તેમ સંસારીઓ ઈન્દ્રિયોના વિજય પાછળ ભાવપ્રાણોને ખતમ
કરે છે.
પતંગિયું તો ચઉરિન્દ્રિય છે, એની ભૂલ ક્ષમ્ય ગણાય, પણ વિવેકી મનુષ્ય માટે આ શરમજનક નથી?
* સંસ્કૃતતો અમે પછી ભણ્યા. એ પહેલા અમારે તો આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી આદિનું ગુજરાતી સાહિત્ય જ આધારભૂત હતું. કેટલો ઉપકાર ર્યો છે એમણે અમારા જેવા પર!
હવેના બાળકો તો એવા તૈયાર થઈ રહ્યા છે કે ગુજરાતી પણ નથી આવડતું! પરદેશી ભાષા ઈગ્લીશ તો આવડે છે, પણ ઘરની ભાષા નથી આવડતી! આવાઓ પર ઉપકાર કેમ કરવો? એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે!
* આપણો આત્મા જ આપણે ન જાણી શકીએ તો શું જાણી શકીશું? આપણી દ્રવ્ય ક્રિયાઓ મોક્ષ આપી દેશે?
જો કે, ક્રિયાઓ નિરર્થક નથી. એકલું ધ્યાન ઉપયોગી નથી થતું. કારણકે આખો દિવસ ધ્યાન થઈ શકતું નથી. ધ્યાન સિવાયના સમયમાં ક્રિયા ઉપયોગી થઈ પડે છે.
૪૯૬ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only