________________
૬. સંવાસ (સાથે રહેવું.)
શિષ્ય અયોગ્ય જણાતાં ઉત્તર – ઉત્તરના કાર્યો નહિ કરાવવા, તેને ઉત્પ્રવ્રુજિત
કરવો.
* કેટલા વર્ષના પર્યાયવાળાને ક્યું સૂત્ર ભણાવાય?
૩ વર્ષના પર્યાયવાળાને – આચાર પ્રકલ્પ (નિશીથ)
૪ વર્ષના પર્યાયવાળાને – સૂયગડંગ (પહેલા તો આચારાંગ સૂત્ર વડીદીક્ષા પહેલા ભણાવાઈ જતું.)
૫ વર્ષના પર્યાયવાળાને – દશા કલ્પ વ્યવહાર સૂત્ર (આજે કલ્પસૂત્રના જોગ ચાલે છે
તે.)
૮ વર્ષના પર્યાયવાળાને – સ્થાનાંગ, સમવાયાંગ.
૧૦ વર્ષના પર્યાયવાળાને – વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી.)
૧૧ વર્ષના પર્યાયવાળાને – ખડ્ડિયા વિમાણ પવિભત્તી, આદિ પાંચ અધ્યયનો
૧૨ વર્ષના પર્યાયવાળાને – અરુણોવવાઈ, આદિ પાંચ અધ્યયનો
૧૩ વર્ષના પર્યાયવાળાને – ઉત્થાન શ્રુત આદિ પાંચ અધ્યયનો ૧૪ વર્ષના પર્યાયવાળાને – આશીવિષ ભાવના.
૧૫ વર્ષના પર્યાયવાળાને – દૃષ્ટિવિષ ભાવના. ૧૬ વર્ષના પર્યાયવાળાને – ચારણ ભાવના. ૧૭ વર્ષના પર્યાયવાળાને – મહાસુમિણ ભાવના. ૧૮ વર્ષના પર્યાયવાળાને – તેઓગિનિસગ્ગ
૧૯ વર્ષના પર્યાયવાળાને – ૧૨ મું દૃષ્ટિવાદ.
૨૦ વર્ષના પર્યાયવાળાને – બિંદુસાર સહિત સંપૂર્ણ.
પ્રશ્ન ઃ આ તો સાધુનું આવ્યું. ૬૦ વર્ષથી ઉપરવાળા શ્રાવકે શું કરવું ?
ઉત્તર : શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ ભાગ-૧, યોગશાસ્ત્ર ૪ પ્રકાશ, ૪ પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, આદિ ઘણું ઘણું છે. જેની ના નથી, એ તો ભણો. વળી, આ બધા જ આગમો સાંભળવાની તો છુટ જ છે. તુંગીઆનગરીના શ્રાવકો લદ્ધિઅટ્ઠા, ગહિઅટ્ઠા, કહેવાયા છે. ૧૧ અંગના પદાર્થો કંઠસ્થ હોય. ત્યાં જતા સાધુઓને પણ વિચારવું પડતું ઃ શું જવાબ આપીશું ?
:
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૪૨૯
www.jainelibrary.org