SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથો દિશા- દર્શક છે. માર્ગદર્શક પાટીયાની આમ કોઈ કિંમત ન લાગે. આપણે ક્યાંય જવું ન હોય, કોઈ માર્ગની તપાસ ન કરવી હોય તો પાટીયું આપણને સાવ જ નકામું લાગે. પણ જ્યારે અમુક સ્થળે આપણે જવા માંગતા હોઈએ. ક્યાંય રસ્તો દેખાતો ન હયો. અરે, કોઈ માણસ પણ ન દેખાતું હોય ત્યારે માર્ગદર્શક પાટીયું અચાનક નજરે ચડે તો એની કિંમત સમજાય. અહીં બેઠા-બેઠા એ પાટીયાની કોઈ કિંમત નહિ સમજાય. એ તો જેઓ રસ્તો ભૂલેલા હોય, અનુભવ થયેલો હોય તેને જ પાટીયાની કિંમત સમજાય. ૪, ૧૫-૭-૯૯, અયા. સુદ 3 શાસ્ત્ર પણ આવું પાટીયું છે. માર્ગના શોધકને જ એની કિંમત સમજાય. આપણે સોએ મોક્ષનગરમાં જવાનું છે. સાધકે રોજ નિરીક્ષણ કરવાનું છે : હું કેટલો આગળ વધ્યો ? માર્ગાનુસારીની ભૂમિકામાં આવીએ ત્યારે પ્રયાણ શરૂ થાય. અયોગી ગુણઠાણે પ્રયાણ પુરું થાય. વચ્ચેના ગુણઠાણે રહેલા બધા રસ્તામાં છે. સૌથી પ્રથમ દંભત્યાગ બતાવેલો છે. જેવા હોઈએ તેવા નહિ દેખાવું. ન હોઈએ તેવા દેખાવા પ્રયત્ન કરવો તે દંભ છે. ખોટી પ્રશંસા વખતે મૌન રહીએ તો પણ દંભ છે. સરળતા વિના મુક્તિ તો શું, સમકિત પણ ન મળે. દંભ અવિશ્વાસનું કારણ બને કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૩૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy