________________
દ્રવ્યચારિત્રમાં દ્રવ્ય કારણ અર્થમાં છે. દ્રવ્ય બે પ્રકારે : ૧) પ્રધાન દ્રવ્ય, ૨) અપ્રધાન દ્રવ્ય.
પ્રધાન દ્રવ્ય તે, જે ભાવનું કારણ બને. આપણું ચારિત્ર પ્રધાન દ્રવ્ય હોય તો ભાવચારિત્ર મળ્યા વિના ન રહે. જેમ દીવો સળગાવો ને પ્રકાશ મળ્યા વિના ન રહે. કોડિયું તેલ, વાટ વગેરે દ્રવ્ય કહેવાય, તેની જ્યોત ભાવ કહેવાય.
આત્મા, આત્માવડે આત્મામાં શુદ્ધ સ્વરૂપને જુએ, જાણે ને અનુભવે તે અનુક્રમે દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. -:તપપદ - 'कम्मर्ल्डौमूलण-कुंजरस्स, नमो नमो तिव्व-तवोभरस्स...।'
કર્મ-વૃક્ષને ઉખેડવામાં તપ હાથી સમાન છે. એ તપ – ધર્મને નમસ્કાર હો...! નમસ્કાર હો..!
* ચક્રવર્તીનું ચક્ર છ ખંડનો જ વિજય કરે, સિદ્ધચક્ર ત્રણ જગતનો વિજય કરે.
કહે કલાપૂર્ણસૂરિ ....
•.. ૩૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org