________________
બુધ, ૧૪-૭-૯૯, અષાઢ સુદ - ૨
કોઈપણ શુભક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ ક્ષયકરી આ સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ હોય છે. એ ભોગ – રસમાં લેવાય નહિ; ભોગો ભોગવે છતાંય. ‘‘ચાખ્યો રે જેણે અમી – લવલેશ, બીજા રે રસ તેને મન નવ ગમેજી’’
“વર્શનપક્ષોવમ્ અસ્મામ આ અમારો ‘દર્શનપક્ષ’ છે. અહીં ‘જ્ઞાનપક્ષ’ ન લખ્યું. આવા શાસ્ત્રોનો અભ્યાસ સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે.
અત્યારની આપણી શ્રદ્ધા માંગી લાવેલ ઘરેણા જેવી છે, ઉધાર છે. આપણી સમજથી આવેલી શ્રદ્ધા નથી, સ્વયંભૂ નથી. ‘ગુરુ શાસ્ત્રોની વાત માનવી જોઈએ.’ એવી સમજમાંથી પ્રગટ થયેલી છે. દર્શનશાસ્ત્રોના અભ્યાસથી આપણી પોતાની સમજ બને છે.
★ विधिकथनं विधिरागो विधिर्मागस्थापनं विधीच्छूनाम् । अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ।।
વિધિને કહેવી, વિધિ પર રાગ રાખવો, વિધિવાંછુઓને વિધિ માર્ગમાં જોડવા, અવિધિનો નિષેધ કરવો. આ જ અમારી પ્રવચન ભક્તિ છે, એમ કહેતા યશોવિજયજીમાં આપણને ઉત્કટ શ્રદ્ધાના દર્શન થાય છે. એમણે તે યુગના ઢુંઢક, બનારસીદાસ વગેરેના કુમતોના ખંડન માટે ગ્રંથો બનાવી અવિધિનો નિષેધ પણ ર્યો છે.
Jain Bocation International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.janelbrey.org