________________
'
મતિ, શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર છે. આ જ્ઞાન ગુરુની ઉપાસનાથી જ મળે. દેવ-ગુરુની સેવા વધુ તેમ જ્ઞાન વધુ ! એ જ્ઞાન નિર્મળ હોય, શ્રદ્ધા જન્માવે, શ્રદ્ધા જન્માવે, શ્રદ્ધા હોય તો તેને પુષ્ટ બનાવે, ચારિત્રમાં પ્રવર્તન કરાવે.
જ્ઞાનની તીક્ષ્ણતા – એકાગ્રતા તે જ ચારિત્ર છે, તે મેં તમને વારંવાર સમજાવ્યું છે.
ચાલતી વખતે આંખ અને પગ એક સાથે કર્મ–રત રહે છે. આંખને જ્ઞાન, પગને ચારિત્ર કહીએ તો અહીં બન્ને એક બન્યા છે. આંખો બંધ કરીને ચાલી શકો ? ચશ્માની જેમ આંખોને પેક કરીને ક્યાંક મૂકી શકો ? પગને એક બાજુએ મૂકીને ચાલી શકો ? નહિ, ચાલતી વખતે આંખ અને પગ બન્ને જરૂરી છે. મોક્ષની સાધનામાં પણ જ્ઞાન અને ક્રિયા બન્ને સમાન રીતે જરૂરી છે. એકની પણ તમે ઉપેક્ષા કરી શકો નહિ. ‘જ્ઞાનક્રિયામ્યાં મોક્ષઃ ।'
સતત પ્રવૃત્તિશીલ, ઉપયોગશીલ રહે તે સાચું ન
સતત જે જ્ઞાનથી નિયંત્રિત થઈને દોરવાનું રહે તે જ સાચું ચારિત્ર (ક્રિયા)
‘શ્રુતજ્ઞાન’ ને અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ વધુ મહત્ત્વ અપાયું છે. શ્રુતજ્ઞાન વિના કોઈ કેવળી બન્યું છે ? બીજનું મહ્ત્વ વધુ કે ફળનું ? બીજ શ્રુતજ્ઞાન છે. ફળ કેવળજ્ઞાન છે.
અત્યારે કેવળજ્ઞાનનો વિરહ છે, શ્રુતજ્ઞાનનો નથી. પણ ચિંતા નહિ કરતા. મળેલા શ્રુતજ્ઞાનને બરાબર પકડી રાખશો તો કેવળજ્ઞાન આપોઆપ મળશે. કેવળજ્ઞાની પણ દેશના શ્રુતજ્ઞાન દ્વારા જ આપે.
* શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે, કેવળજ્ઞાનનું નહિ. * પ્રશ્ન ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા કરવી કે મૌનપૂર્વક ?
ઉત્તર ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા કરાય. પ્રતિક્રમણાદિ પણ ઉચ્ચાર પૂર્વક જ કરીએ છીએ ને? એક બોલે તો પણ બીજાએ અનુચ્ચારણ (અનુ+ઉચ્ચારણ) કરવાનું જ છે. જે હમણા આપણે પંચવસ્તુકમાં જોયેલું.
શેઠને છીંક આવી. ‘નમો અરિહંતાણં’ બોલ્યા ને સુદર્શના કુમારીને જાતિસ્મરણ જ્ઞાન થયું. શેઠ મનમાં બોલ્યા હોત તો ?
પણ, વહેલી સવારે ઊઠીને જોર-શોરથી નહિ બોલવું, એટલો ઉપયોગ રાખવો. ‘ભવ્ય નમો
ગુણ
જ્ઞાનને...!'
૩૭૬ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org