________________
નિષેધો ધ્યાનમ્ ।’ પૂ. યશોવિ. એ પાતંજલ યોગદર્શનના સૂત્રપરની પોતાની ટીકામાં ‘નિષ્ટ’ શબ્દ ઉમેર્યો.
આગળ વધીને ચિત્તને શુભ વિચારોમાં પ્રવર્તાવવું તે પણ ધ્યાન છે. એક પ્રવૃત્તિરૂપ છે. બીજું નિવૃત્તિરૂપ છે.
એ જ અર્થમાં પ્રતિક્રમણ વગેરે આપણી આવશ્યક ક્રિયાઓ ધ્યાનરૂપ છે. (૨) ‘ચતુર્વિશતિસ્તવ’ :- એટલે ચોવીશ તીર્થંકરોની સ્તુતિ. ચોવીશ તીર્થંકરોની સ્તુતિ દ્વારા જ સામાયિક-સમતા પ્રાપ્ત થાય.
*→
આપણા નિકટના ઉપકારી આ ૨ ૪ તીર્થંકરો છે.
લોગસ્સ બોલીએ ત્યારે સ્તુતિ થાય. લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીએ ત્યારે ધ્યાન થાય. એના અર્થમાં મન એકાગ્ર થવું જોઈએ. કાઉસ્સગ્ગમાં મન, વચન અને કાયા ત્રણેય એકાગ્ર હોય છે.
(૩) ગુરુ – વંદનઃ- જેટલી મહત્તા ભગવાનની છે. તેટલી મહત્તા ભગવાન દ્વારા સ્થાપિત ગુરુતત્ત્વની છે. આથી જ પોતાની હાજરીમાં જ ભગવાન ગણધરોની સ્થાપના કરે છે.
એકલા દેવથી ન ચાલે. ગુરુ જોઈએ. ૨૧ હજાર વર્ષમાં દેવ એક જ. બાકીના સમયે ગુરુ વિના શાસન કોણ ચલાવે ?
ગુરુમાં ભગવદ્ગુદ્ધિ થવી જોઈએ. માટે જ ‘ફરિ મળવત્ ।' અહીં ગુરુ સમક્ષ ભગવન્ નું સંબોધન થયેલું છે. ‘મિ ભંતે’ અહીં ‘ભંતે’ શબ્દમાં દેવ અને ગુરુ બન્ને અર્થ રહેલા છે.
ભગવાનની દેશના પછી તેમની ચરણ પાદુકા પર ગણધરો બેસે છે. ગણધરો દેશના આપે ત્યારે કેવળીઓ પણ બેસી રહે. ઊઠી ન જાય. શ્રોતાઓને એમ ન લાગે ઃ અહીં કંઈ ખામી છે. ભગવાન જેવી જ વાણી લાગે. માથે ભગવાનનો હાથ છે ને ?
એ તો ઠીક, કાલિકાચાર્યે પણ સીમંધર સ્વામી જેવું જ નિગોદનું વર્ણન બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર સમક્ષ કરેલું.
મોહનો ક્ષય થયેલો ન હોવા છતાં મોહ–વિજેતા હોવાના કારણે ગુરુ વીતરાગ તુલ્ય કહેવાય છે.
૩૭૬
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org