________________
છે, એમ સમજવું.
સંસારનું સમગ્ર સુખ, સ્વર્ગનું પણ સુખ દુઃખરૂપ લાગે, તે સંવેગ છે.
અત્યારે સાધુપણામાં શું કષ્ટ છે ? કષ્ટ તો પૂર્વકાળમાં હતા. અત્યારે તો આપણે રાજકુમાર જેવા કોમળ બની ગયા છીએ.
૨૨ પરિષહોમાંથી અત્યારે કેટલા સહન કરીએ છીએ ?
અનુકૂળતાને ઠોક્કર મારનારા ને પ્રતિકૂળતાને સામેથી નોતરું આપનારા આપણા પૂર્વજો હતા, તે ભૂલશો નહિ. અત્યારે સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે.
પ્રતિકૂળતાના દ્વેષી ને અનુકૂળતાના ઈચ્છુક આપણે સૌ બની ગયા છીએ. થોડીક જ પ્રતિકૂળતા આપણને અકળાવી મૂકે છે. * નિર્વેદ
નરકનો જીવ, એક ક્ષણ પણ નરકમાં રહેવા ન ઈચ્છે. કેદી કેદમાં એક ક્ષણ પણ વધુ ન રહેવા ન માંગે, તેમ સંસારમાં સમ્યગ્દષ્ટિ એક ક્ષણ પણ વધુ ન રહે. ક્ષણે-ક્ષણે ઈચ્છતો હોય ઃ ક્યારે સંસારથી છુટું ?
પંચવસ્તુક :
લોકમાં રાજદૂત આદિ જેમ જણાવેલું કાર્ય પૂરું થયા પછી ફરી વંદન કરી જણાવે તેમ અહીં પ્રતિક્રમણમાં પણ છટ્ઠા આવશ્યકમાં ગુરુ-વંદન એટલા માટે છે કે આપની આજ્ઞા પ્રમાણે પ્રતિક્રમણ કર્યું છે, એમ વંદનપૂર્વક જણાવું છું.
પ્રશ્ન ઃ પ્રતિક્રમણમાં ગુજરાતી સ્વાધ્યાય (સજ્ઝાય) ચાલે તો અન્ય સમયે ગુજરાતી સ્વાધ્યાય કેમ ન ચાલે ?
ઉત્તર ઃ ઉંમરવાળા માટે ગુજરાતી સ્વાધ્યાય ચાલે જ છે, પણ ભણેલા માટે નહિ. સરહદ પર રહેનારનું કર્તવ્ય અલગ છે. સામાન્ય પ્રજા માટેનું કર્તવ્ય અલગ છે.
૩૩૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org