________________
મંગળવાર, ૧૨-૧૦-૯૯, શ. સુદ-3.
મોક્ષમાં જલ્દી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીઘ્રતા કરીશું તો ઉપેય શીધ્ર મળશે.
જ્ઞાન - દર્શન - ચારિત્ર ઉપાય છે.
મોક્ષ ઉપેય છે. મોક્ષ જલ્દી ન જોઈએ તો હાનિ શી? સંસારમાં ભટકવાનું ચાલુ રહે તે જ હાનિ.
પંચેન્દ્રિયની લાંબામાં લાંબી સ્થિતિ ૧૦૦૦ સાગરોપમની છે. તેટલીવારમાં મોક્ષે ન ગયા તો વિકસેન્દ્રિયાદિમાં જવું પડે.
અમુક સમયમાં જો આપણે સદ્ગતિ નિશ્ચિત ન બનાવી તો દુર્ગતિ નક્કી છે. દુર્ગતિ દુર્ભાવોથી થાય છે. માટે દુર્ભાવોથી મનને બચાવવું જોઈએ. મન ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતું જાય, તેમ દુર્ભાવો ઘટતા જાય.
* ક્ષાયોપથમિક સભ્યત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ રહે. ત્યાર પછી ક્ષાયિક થઈ જાય.
ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ? તેનું આત્મનિરીક્ષણ કરવું ઘટે. સમ્યત્વના લક્ષણો છે આપણામાં?
તાવ વગેરે ગયા છે કે નહિ તે આરોગ્યના ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ, તે સમ્યકત્વના લક્ષણોથી જણાય.
આપણા કષાયોની માત્રા અનંતાનુબંધીની કક્ષાની તો ન જ હોવી જ જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ .....
... ૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org