SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પાપો માટે દૈવસિક પ્રતિક્રમણ કરવાનું છે. જ્યારે મહાવિદેહમાં કે મધ્યમ તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ રોજ ફરજિયાત નથી. દોષ લાગે તો જ કરવાનું. કારણકે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ છે. માણસ જેમ જડ અને વક્ર વધુ તેમ કાયદા-કાનૂન વધુ. જેમ સરળ અને બુદ્ધિમાન વધુ તેમ કાયદા-કાનૂન ઓછા. વધતા જતા કાયદા-કાનૂન, વધતી જતી વક્રતા અને જડતાને જણાવનારા છે. વધતા કાયદાથી રાજી થવા જેવું નથી. કાયદાઓનું જંગલ માણસની અંદર રહેલું જંગલીપણું બતાવે છે. “નીવો પમાયવદુનો’ આપણામાં પ્રમાદ વિશેષ છે. આથી વિધિપૂર્વક પ્રતિક્રમણ ન હુઁ હોય, કંઈક ભૂલો રહી ગઈ હોય, તે પ્રમાદને જીતવા માટે આયરિય ઉવજ્ઝાય પછીનો કાઉસ્સગ્ગ છે. * મૈત્રી આદિથી ભાવિત બનવું છે, એના બદલે આપણે પ્રમાદથી, દોષોથી ભાવિત બનેલા છીએ. પ્રમાદની આવી બહુલતાના કારણે જ ભગવાન વારંવાર પ્રમાદ નહિ કરવાની ટકોર ગૌતમસ્વામીના માધ્યમથી સૌને કરતા હતા. પ્રશ્ન : ‘આયરિય ઉવજ્ઝાય'ના કાઉસ્સગ્ગમાં પણ પ્રમાદ થઈ જાય તો શું કરવું ? ઉત્તર ઃ કાઉસ્સગ્ગ પ્રમાદ જીતનાર છે. કાઉસ્સગથી પ્રમાદ જાય. ‘પ્રમાદ હટાવવા માટે કાઉસ્સગ કરવાનો છે.’ એવી ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞા પાળી એટલે પતી ગયું. એમ તો આલોચનાના સ્વાધ્યાય વગેરેમાં પણ સ્ખલના થાય તો શું કરવું ? અપ્રમત્તપણે બધું કરવું એ જ ઉપાય. ભૂખ લાગે તો ભોજન રોજ કરીએ છીએ ને ? અહીં આપણે અનવસ્થા નથી જોતા. પૂ. દેવેન્દ્રસૂરિ સ્ત્રી સંઘટ્ટો થઈ જતાં તરત જ કાઉસ્સગ્ગ કરી લેતા. તે જ વખતે (દોષોના સેવન વખતે જ) કાઉસ્સગ્ગાદિ કરવામાં આવે તો ઘણા દોષોથી આપણે મુક્ત થઈ શકીએ. * ‘ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો ત્યાગ; કહો હોઉ કછુ હમ નહીં રુચે, છુટી એક વીતરાગ...’ આપણે પ્રમાદથી ભાવિત છીએ, પણ ઉપરના ઉદ્ગારો પ્રગટ કરનારા પૂ. યશોવિજયજી મ. પ્રભુ-ગુણથી, પ્રભુ-પ્રેમથી વાસિત છે. ૩૨૬ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy