________________
એનાથી સાધનાનો પ્રારંભ થઈ શકે. પ્રભુના સ્તોત્રો, નવકાર વગેરે ઉચ્ચારણપૂર્વક બોલો આ વૈખરી વાણી થઈ. એની સહાયતાથી તમે ધીરે ધીરે આગળ વધી શકો.
સ્તોત્રપૂર્વક જો તમે જાપ કરશો તો મન એકદમ એકાગ્ર બની જશે. પૂજા કર્યા પછી સ્તોત્રમાં, સ્તોત્ર ર્યા પછી જાપમાં, જાપ પછી ધ્યાનમાં અને ધ્યાન પછી લયમાં તમે સરળતાથી જઈ શકશો.
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ।
जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।।
આ શ્લોક આ જ વાત જણાવે છે. આ શ્લોકના રચયિતા બપ્પભટ્ટસૂરિજી છે. * એક શ્રાવિકા પણ પ્રભુભક્તિથી સમાપત્તિની કક્ષાની ભક્તિથી કેવો અપૂર્વ આત્મવિશ્વાસ ધરાવે છે ? તે જાણવા જેવું છે. આખી ઉજ્જૈનનગરી શત્રુ-સૈન્યની કલ્પનાથી ભયભીત હતી. મયણા તે વખતે પણ નિર્ભય હતી. સાસુએ પૂછેલા સવાલના જવાબમાં તેણે કહ્યું : આજે પ્રભુ-ભક્તિ સમયે થયેલા અપૂર્વ આનંદથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આજે જ તમારો પુત્ર (શ્રીપાળ) મળશે, અને ખરેખર એવું જ થયું.
* જે વાણીથી તમે પ્રભુ-ગુણ ગાયા, સ્તોત્રો બોલ્યા, નવકાર બોલ્યા એ વાણીથી હવે તમે કડવું બોલશો ? ગાળો બોલશો ? જો જો. મા શારદા રીસાઈ ન જાય ! શારદાનો ગમે તેટલો જાપ કરો, પણ વાણીની કડવાશ નહિ છોડો તો શારદા નહીં રીઝે. અપમાન થતું હોય ત્યાં કોણ આવે ?
* આપણે બધું પછી ઉપર રાખીએ છીએ. પણ અનુભવીઓ કહે છે કે આ ભવમાં, અહીં જ, અત્યારે જ તમારે જે જોઈએ છે તે મેળવો. મોક્ષ પણ અહીં જ મેળવો. જે અહીં મોક્ષનું સુખ નહિ મેળવી શકે તે પરલોકનો મોક્ષ નહિ મેળવી શકે. આપણે પરલોકની આશામાં બેઠા છીએ ઃ મુક્તિ ત્યાં મળશે. પણ અનુભવીઓ કહે છે ઃ પહેલા અહીં મોક્ષ પછી ત્યાં મોક્ષ. અહીં નહિં તો ત્યાં પણ નહિ.
* હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરના અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી, તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ?
શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપોયગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે.
૨૭૬ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org