________________
શા માટે લાવ્યા?” નિયુક્તિમાં ઉઠાવેલો એવો પ્રશ્ન પ્રભુ-નામ-કીર્તનનો મહિમા બતાવે
તીર્થકરના નામગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે. પ્રભુના કેટલા નામ છે? હજારો નામ છે, શક્રસ્તવ વાંચી જુઓ. જેટલા ગુણ એટલા નામો. ગુણો ન ગણાય તો નામો પણ ન ગણાય.
“પ્રભુ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી.” ભક્ત મુંઝાઈ જાય છે.
મદ્રાસ વગેરેમાં મારવાડી સમાજમાં પહેલી પત્રિકા આજે પણ પાલીતાણા - સિદ્ધાચલ - આદિનાથના નામ પર લખાય છે.
મદ્રાસવાળા માણેકચંદભાઈ:
(मद्रास प्रतिष्ठाके बाद अनगिनीत लोग प्रभु के दर्शनार्थे आये । अजैन लोग भी आये, पूरी रात सुबह तीन बजे तक लाइन चालु रही ।)
પ્રભુ નામ કીર્તનથી પ્રભુ સાથે પ્રણિધાન થાય છે. માટે જ લોગસ્સ સમાધિસૂત્ર છે, એમ કહી શકાય. માટે જ એના ફળરૂપે છેલ્લે સમાધિ માટેની માંગણી કરેલી છે? સમાવિમુત્તમ હિંતુ ” રાયપરોણીય, ચઉસરણપયન્ના, ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : દર્શનાચારની આથી (ચતુર્વિશતિસ્તવથી) વિશુદ્ધિ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, હોયતો વિશુદ્ધ થાય છે. સમ્યગ્દર્શન કદાચનહોય તો પણ ચિત્તની પ્રસન્નતા તો થાય જ
ચઉવિસત્થાના અર્થાધિમરમાં પ્રભુ-ગુણોનું કીર્તન કરવાનું કહ્યું છે. કારણકે પ્રભુ સૌથી ગુણાધિક છે. સ્તુતિ ગુણાધિકની જ થાય. એમના જેવો પણ દુનિયામાં બીજો કોઈનથી તો ચડિયાતો ક્યાંથી હોય?
પ્રભુ ભલે ગુણાઢય હોય, પણ બીજાને શો ફાયદો? માણસ ભલે ધનાઢ્ય હોય, પણ બીજાને શો ફાયદો? ધનાઢ્ય કંજૂસ હોય તો? માણસ કંજૂસ હોઈ શકે, પ્રભુ નહિ. પ્રભુના ગુણ-કીર્તનથી ભક્તને લાભ થાય જ. આ જગતમાં પ્રભુના પ્રભાવે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એના પ્રભાવે ભવાંતરમાં પણ સમ્યગ્દર્શન મળે છે, અંતે મોક્ષ પણ મળે છે.
આ જન્મમાં પ્રસન્નતા, સમ્યગ્દર્શન... , પરલોકમાં સદ્ગતિ, સિદ્ધિગતિ મળે.
કરે કલાપર્ણસરિ .... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org