________________
બુધ,૨૨-૯-૯૯, ભા. સુદ-૧a.
* આગમ વાંચનમાં સરળતા પડે, એના રહસ્યો સમજાય, માટે હરિભદ્રસૂરિજી આદિએ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે.
* ગર્ભમાં જ પર્યામિ પૂરી થઈ ગયા પછી આપણી અંદર સંસ્કારો પડવા લાગે છે. માતાનું મન, આસપાસનું વાતાવરણ વગેરે બધાની અસર પડે છે.
૪ ડૉક્ટર પણ દૂર કરી નથી શક્તા તે કેન્સરાદિ રોગો પ્રભુ નામ-સ્મરણથી દૂર થાય છે, એમ હવે ડૉક્ટર પણ કબૂલ કરતા થયા છે. ડૉક્ટર કહે છે. દર્દી જો પ્રસન્ન ન રહે, જીવવાનું નઈચ્છે તો અમારી દવાઓ પણ એને બચાવી ન શકે.
ચિત્ત પ્રસન્નતા પ્રભુ - નામ સ્મરણથી મળે છે. જે ક્રોડો ડોલરથી પણ ક્યાંય મળી શકે નહિ.
સાધુ- સાધ્વી કેમ આટલા રોગગ્રસ્ત હોય છે? માનસિક વિચારો તપાસવા જરૂરી છે. દ્વેષીલી પ્રકૃતિ, માયાવી સ્વભાવ ઈત્યાદિ પણ રોગમાં ભાગ ભજવે છે.
કષાયો ભાવરોગ છે જ.
મનની પ્રસન્નતા લાખો રૂા.માં પણ ન મળે તેવી દવા છે. મનની પ્રસન્નતા હોય તો દ્રવ્ય-ભાવ રોગ રહી જ ક્યાંથી શકે?
કદાચ દ્રવ્યરોગ આવી જાય તો પણ મનની પ્રસન્નતા ખંડિત ન જ થાય ને? સનકુમાર ચક્રવર્તીને યાદ કરો. પોતાની થુંકમાં જ રોગ નિવારક શક્તિ હોવા છતાં ક્યારેય એનો ઉપયોગ નર્યો. ૭૦૦ વર્ષ સુધી પ્રસન્નતાપૂર્વક રોગો ભોગવતા રહ્યા.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org